જસદણમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ જસદણ શહેરના જીલેશ્વરપાર્ક ખાતે શહેર ભાજપ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, ઉપપ્રમુખ દીપકભાઈ ગીદા, પૂર્વ ઉપપ્રમુખ પંકજભાઈ ચાંવ, અશોકભાઈ મહેતા, હરેશભાઇ હેરભા, જીજ્ઞેશભાઈ હીરપરા તેમજ શહેર ભાજપના તમામ હોદેદારો અને કોર્પોરેટર હાજર રહેલા. રિપોર્ટર…

Read More

સુત્રાપાડા તાલુકામાં લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવતા અશોકભાઇનુ અવસાન થતા તેમના વારસદારને રૂા. ૨ લાખની મૃત્યુ સહાય અર્પણ

ગીર-સોમનાથ     જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગીર સોમનાથ હસ્તક ચાલતી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ખાતે તાલુકા લાઈવલીહૂડ મેનેજર તરીકે ફરજ બજાવતા સ્વ. અશોકભાઇ દેવાભાઇ વાઢેર ફરજના સમયગાળા દરમ્યાન કોરોના વાઇરસથી સંક્રમીત થવાના કારણે દુ:ખદ અવસાન પામેલ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગરના તારીખ:-૧૧/૧૦/૨૦૧૭ ના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નોકરી દરમ્યાન અકસ્માત/કુદરતી મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેમના કુટુંબને (સીધી લીટીના કાયદેસરના વારસદારને) મળવા પાત્ર મૃત્યુ સહાય ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધીકારીશ્રી ગીર સોમનાથ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીમાથી દરખાસ્ત મંજૂર…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં નશા મુકત ભારત અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્રારા “નશા મુકત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે ૨૬મી જુન, ડ્રગ્સના દુરૂપયોગઅને અવૈધ તસ્કરી વિરુધ્ધના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૫-૦૬-૨૦૨૧ ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ગીર સોમનાથ અને સરગમ યુવા મંડળ, દિવના સંયુકત ઉપક્રમે તાલીમી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લોકોને અને ખાસ કરીને યુવાનોમાં અત્રેના ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ્સના દુરૂપયોગ, નશાયુકત પદાર્થો અને કેફી દ્રવ્યોના દુરઉપયોગ અટકાવવા તેની માંગ ઘટાડવા તેમજ તેનાથી ઉદભવતી સામાજીક સમસ્યાઓ અંગે યોગ્ય પ્રસાર-પ્રચાર કરવા અને…

Read More

વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાના પાણીના કાળા કુકવા

હિન્દ ન્યુઝ, લાલપુરા     જિલ્લાના સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. સરહદી વાવ તાલુકાના લાલપુરા ગામે પીવાનું પાણી ન આવતાં પાણી માટે ગામથી આશરે એક કિલોમીટર જેટલું દૂર બોરવેલ ઉપર પાણી ભરવા માટે જવું પડે છે અને ત્યાં પણ પાણી ન મળતાં મહિલાઓને આમતેમ ભટકવું પડે છે. પાણી એ આપણો પ્રાણ પ્રશ્ન છે. ‘જળ એજ જીવન’ જળ સિવાય માનવ જીવન શક્ય નથી. છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી ન મળતાં પશુઓને પીવાના પાણીના અવાડા પણ ખાલી પડ્યા છે આ અંગે પાણી…

Read More

યાત્રાધામ અંબાજીમાં આવતા યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા વેપારીઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અંબાજી      પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે વેપારીઓ દ્વારા પ્રસાદના નામે લૂંટ ચલાવતી હોવાના અહેવાલો મળ્યા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્વક વ્યવહાર તેમજ પ્રસાદ કે અન્ય ચીજ વસ્તુઓની ખરીદીના નામે માઈભક્તો સાથે છેતરપિંડી ન થાય તે માટે જાગૃતતા લાવવા અંબાજીના વેપારી એસોશિયન સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટર એસ.જે.ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અંબાજી આવતા યાત્રાળુઓની ફરિયાદના…

Read More