દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામકલ્યાણપુર તાલુકા ના મેવાસા ગામ નો બનાવ

હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા જામકલ્યાણપુર ના મેવાસા ગામ ના રેવન્યુ સર્વેનંબર 330 માં ની લિઝ માં પડેલ જથ્થો ગેરકાયદેસર રીતે હેરફેર કરતા ઝડપાયો દ્વારકા જિલ્લા એલસીબી ને બાતમી ના આધારે મેવાસા ગામ ની કોઠારીયા સિમ માંથી બે ટ્રક અને એક જેસીબી ની મદદ થી ગેરકાયદેસર રીતે બોક્સઈટ હેરફેર કરતા ઝડપી પાડ્યા ટ્રક ડ્રાઇવર પાસે પૂછપરછ કરતા બોક્સઈટ ના જથ્થા ને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ માં હેરાફેરી કરવામાં આવી હોવાનું માલુમ પડતા 3હજાર મેટ્રિક ટન અંદાજિત કિં.35 લાખ ના જથ્થા ને સિઝ કરવામાં આવ્યો બે ટ્રક એક જેસીબી સહિત ટ્રક માં 18 મેટ્રિકટન…

Read More

ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો અને ફળ, શાકભાજી-ફુલપાકો, કૃષિ પેદાશોનું વેંચાણ કરતા કે લારીધારકોનો જાણવા જોગ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતદારો તથા ફળ, શાકભાજી-ફુલપાકો અને નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેંચાણ કરતા, હાટ બજારમાં વેંચાણ કરતા કે પાથરણા કે લારીથી વેંચાણ કરે છે તેના માટે બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રી/શેડકવર પુરૂ પાડવા આઇ-ખેડૂત પોર્ટલ તા. ૧૫/૦૭/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવહુડ મિશન દ્વારા ઇસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વેંચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત રહેશે. તેમજ ગ્રામ્યકક્ષાએ જે તે સેજા હેઠળના ગ્રામ સેવક દ્વારા ગામમાં/ ગામની સીમમાં/…

Read More

વેરાવળના ભીડીયામાં નવયુવાનો દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયુ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળના ભીડીયામાં દરિયા કિનારાના વિસ્તારમાં મત્સ્ય કિંગ યુવાનોની ટીમ દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. યુવાનોની ટીમ દ્રારા દરીયા કિનારાથી પ્લાસ્ટીક અને દોરડા સહિત ૫૦૦ કિ.ગ્રાથી વધુ કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ યુવાનોની ટીમ દ્રારા અવાર નવાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનમાં વધુમા વધુ લોકો જોડાઈ ઝડપથી દરિયા કિનારાના વિસ્તારને સ્વચ્છ કરવા યુવાનોએ કાર્ય હાથ ધર્યું છે. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Read More

ફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે, આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો. જેને સફળ રીતે પાર પાડવા ઉના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર યશપાલ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનીયર ઇજનેર એમ.એન.જાદવ અને તેમની ટીમ દ્વારા આગોતરા…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જુની સીરીઝ તથા ફોરવ્હીલ વાહનોની ચાલુ સીરીઝના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-ક્યુ અને જુની સીરીઝ જીજે-૩૨-એન, જીજે-૩૨-એમ, જીજે૩૨-પી તથા ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૬-૨૦૨૧ થી ૧૭-૦૬-૨૦૨૧ સુધી ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૬-૨૦૨૧ અને ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ ઓક્સનનુ બિડિંગ ઓપન થશે અને તા. ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. તેમજ જે વાહન…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામોમાં વીજપુરવઠો પુર્વવત થયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં ૨૦ સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને ૧૧૦૦૦ વીજળી પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે. ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯…

Read More

ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઇ    છેલ્લા દોઢ વર્ષ થી કોરોના મહામારી એ દેશ તથા દુનિયા માં હાહાકાર મચાવ્યો છે. કોરોના કાળ એ દેશ ને આર્થિક તેમજ માનસિક રીતે ખૂબ જ નુકશાન પહોચાડ્યું છે. તેમજ ખૂબ મોટા પ્રમાણ માં લોકો નું મૃત્યુ આ બીમારી ને કારણે થયું છે. પ્રથમ લહેર બાદ બીજી લહેર માં કોરના માં ઘણા લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આજરોજ ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામેલા તમામ મૃતકો ને બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોરોના મહામારી એ કેટલાક લોકો ના…

Read More

ખીદમત કમિટી દ્વારા ડભોઇ કડિયા જમાતખાના ખાતે બ્લડ ડોનેટ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ડભોઇ     હાલમાં કોરોનાવાયરસના કપરા સમયમાં કેટલાક લોકો ને સમયસર બ્લડ ન મળતા કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ મળી રહે તેવા શુભ હેતુથી સેવાભાવી કાર્યક્રમ ડભોઇના ‘ખિદમત કમિટી’ દ્વારા ડભોઇના કડિયાજમાત ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો.      કોરોનાથી સંક્રમિત થયેલા કેટલાક લોકોને બ્લડની તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે. જેને કારણે આવા જરૂરિયાત મંદોને સમયસર બ્લડ ન મળવાથી પરિવારનો સભ્ય ગુમાવવાનો વારો આવી પડે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને કોરોનાની ત્રીજીવેવ ને ધ્યાનમાં રાખીને ડભોઇના મુસ્લિમ સમાજના આગેવાનોએ ‘આયુષ…

Read More

મહુવા તાલુકાના કલસાર, માલણ, નિકોલ અને મોટી જાગધાર જળાશય યોજના વિસ્તારમા ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યૂઝ, મહુવા       કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન મહુવા વિસ્તારના કલસાર ગામ પાસે લોકલ ક્રિક નદી પર કલસાર બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૫.૦૦ મીટર, મહુવા બંદર ગામ પાસે માલણ નદી પર માલણ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર, નિકોલ ગામ પાસે ભાદ્રોડી નદી પર નિકોલ બંધારા યોજનામા ભરપુર સપાટી એટલે કે ૪.૨૫ મીટર અને મોટી જાગધાર ગામ પાસે બગડ નદી પર મોટી જાગધાર આર.આર. જળાશય યોજનામા ભરપુર સપાટી એટલે કે ૨૭.૭૫ મીટરના…

Read More