સિહોરમાં વાવાઝોડાથી પડેલા વૃક્ષો કરતાં બમણાં વૃક્ષો ઉછેરાશે – સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ

હિન્દ ન્યૂઝ, ભાવનગર    તાઉ-તે વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે તથા ધરતીને લીલી રાખવાં માટે ધરતીને વૃક્ષો રૂપી ચાદર થી સજ્જ કરવી તે સમયની જરૂરિયાત છે. સમયની આ જરૂરિયાતને ઓળખીને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પડી ગયેલા વૃક્ષો કરતા ડબલ વૃક્ષો ઉછેરવાની નેમ વ્યક્ત કરતા સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે રેિહોરમાં શનિ જ્યંતિના આ અવસરે પીપળાનાં વૃક્ષનું રોપણ કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે,…

Read More

કોરોનાની વૈશ્વિક મહામારીની લડાઈ સહકારની ભાવનાથી જીતીશું – સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ

હિન્દ ન્યૂઝ, ભાવનગર       કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લીધું છે તે વખતે રાજ્ય સરકારની સાથે-સાથે સમાજસેવી સંસ્થાઓ અને સામાજિક દાયિત્વ અદા કરતી કંપનીઓ પણ સરકાર સાથે ‘હમ સાથ-સાથ હૈ’ ની ભાવનાથી આ લડાઈમાં સામેલ થઈ છે. સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના પ્રદિપસિંહ ગોહિલ, અમિતભાઇ મહેતા, સંજયભાઈ વડોદરિયા, રાજીવભાઈ પંડ્યાએ કંપની વતીથી કોરોનાની સારવાર માટેના ઉપકરણો ખરીદવા માટે રૂ. ૨૦ લાખનો ચેક જિલ્લા કલેકટરને આજે કલેકટર કચેરી ખાતે રૂબરૂ સુપ્રત કર્યો હતો. તેઓએ આ અંગે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાની આ મહામારીમાંથી ઉગરવા માટે અનેક પ્રયાસો સંસ્થાઓ, કંપનીઓ તથા…

Read More

મહુવા એ.પી.એમ.સી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે આવેલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લાનાં મહુવા એ.પી.એમ.સી. ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓ ના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં મહુવા ધારાસભ્ય આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકારણી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ૬ મોબાઈલ પશુ વાનનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યૂઝ, ભાવનગર ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે ૬ પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ એ.પી.એમ.સી., મહુવા ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ૬ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન ભાવનગર જિલ્લાના ૬…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૪ કેસ નોંધાયાં

ભાવનગર     ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૪ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૧ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી  

Read More

લાખણી તાલુકાના મડાલ પી એચ સી મા મરણ વ્યકિત ના નામે વેકસીન નો ડોઝ અપાઈ ગયો

હિન્દ ન્યૂઝ, લાખણી   થરાદ તાલુકા ના મડાલ પી એચ સી મા એક મરણ વ્યકિત ના નામે વેકસીન નો ડોઝ અપાયી અને મેસેજ સરપંચ ના નામે આવ્યો. દેશભર મા કોરોના ની મહામારી થી બચવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા દરેક વ્યક્તિને વેકસીન ના ડોઝ આપવા મા આવી રહયા છે પરંતુ ઘણી વખત આરોગ્ય કર્મચારીઓ દ્રારા છબરડા વળવામા આવે છે તેવો કિસ્સો લાખણી તાલુકા ના મડાલ ગામે રહેતા રાયચદ કાલાભાઈ વાલ્મિકી જેનું એક માસ પહેલા મોત થયું છે, જેને કોરાના ની રસી નો બીજો ડોઝ તરીકે 9 જૂન 2021 ના…

Read More

બનાસકાંઠા ના પાલનપુર મા વિધાનસભા કો- ઓડીનેટર તરીકે રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ તરીકે પિયુષ ભાટીયા ની વરની 

હિન્દ ન્યૂઝ, પાલનપુર    પાલનપુર મા રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ મા વિધાન સભા કો- ઓડીનેટર્ તરીકે ની જવાબદારી એવા પાલનપુર તાલુકાના ગઢ ગામ ના પિયુષ ભાટીયા ની નિમણુંક કરવામાં આવી. જેથી ગઢ ગામ ના યુવા નેતા પિયુષ ભાટીયા એ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીજી યુવાનેતા રાહુલ ગાંધીજી રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બી વી ગુજરાત પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દરેક કૉંગ્રેસ નેતા યુવા નો પિયુષ ભાટીયા એ ખૂબ આભર વ્યક્ત કર્યા હતો. ગઢ જનતા તથા પાલનપુર તાલુકાના દરેક નાગરિકો એ પિયુષ ભાટીયા ને અભિનંદન આપી આપ યુવા કો- ઓર્ડીનેટર ની જવાબદારી સંભાળી દરેક યુવા ને…

Read More