ખાનગી બાતમી ના આધારે એલ.સી.બી.બનાસકાંઠા પોલીસને મળી મોટી સફળતા

હિન્દ ન્યુઝ, દિયોદર     એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ ના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ વદુજી તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ, કિસ્મતજી જયપાલસિંહ, ભરતભાઈ, અશોકભાઈ પ્રકાશભાઇ એલ. સી.બી. ના માણસો થરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ ગાડી નંબર GJ-01-DU-0522 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દિયોદર થી થરા તરફ આવનાર છે,. જે બાતમી હકીકત આધારે મેડકોલ ગામે હનુમાન મંદિર પાસે ના રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન હકિકત વાળી અશોક લેલેન્ડ ગાડી આવતા તેને પકડી પાડી ગાડીમાં ચોર ખાનું…

Read More

નર્મદા જિલ્લમાં તા.૨૧ મી જૂને વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ

હિન્દ ન્યુઝ, રાજપીપલા સમગ્ર ગુજરાતમાં તા.૨૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ વિશ્વ યોગદિવસથી કોવિડ વેક્સિનેશનના હાથ ધરાનારા રાજ્યવ્યાપી મહાઅભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ જુદા જુદા ૫ તાલુકાઓમાં નિયત કરાયેલી ૨૫ જેટલી સેશન સાઈટ-રસીકરણ કેન્દ્રો ખાતે વિવિધ મહાનુભાવો /પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં તેનો શુભારંભ કરાશે. તદ્ઉપરાંત જિલ્લાના અન્ય ૧૫ જેટલા રસીકરણ કેન્દ્રો મળી જિલ્લામાં કુલ-૪૦ જેટલા રસીકરણ કેન્દ્રો ખાતે દરરોજ ૧૦૦ લાભાર્થીઓને રસીકરણ કરાય તેવા આયોજન સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું. આ અભિયાન દરમિયાન ૧૮ થી ૪૪ ની વય ધરાવનારા અને ૪૫…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત

હિન્દ ન્યુઝ, નડિયાદ     કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં…

Read More

મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જામનગરમાં યોજ્યો ૩૪૦ મો સાધન સહાય વિતરણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, નડિયાદ    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નિર્માણ અને સશક્ત રાષ્ટ્ર માટે દિવ્યાંગજનોને પણ વિકાસની ધારામાં સાથે લઈને ચાલવાનું કલ્ચર ડેવલપ કર્યું છે. ગુજરાતમાં પણ રાજ્ય સરકારે દિવ્યાંગજનોને શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રોમાં સહાયરૂપ થઈ સમાજમાં તેમના સન્માનભેર પુન:સ્થાપનની યોજનાના અસરકારક રીતે અમલી બનાવી છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં રૂપિયા ૬ કરોડ ૫૭ લાખના ખર્ચે ૭,૪૫૧ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાય પૂરી પાડી પગભર કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે દિવ્યાંગો પોતાને કમજોર મહેસુસ ના કરે તેમ જ તેમનું જીવન…

Read More

રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી

હિન્દ ન્યુઝ, નડિયાદ    વલસાડ જિલ્લાના આ બે કપરાડા અને ધરમપૂર તાલુકા દમણગંગા જળાશયની ઉત્તર દિશાએ વસેલા છે. રાજ્યમાં અહીં વધુ વરસાદ પડતો હોવા છતાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે આ વિસ્તારમાં કોઇ જળસંગ્રહ સંશાધનો નથી. એટલું જ નહીં, ભૌગોલિક કારણસર હજુ પણ પિયત સુવિધાથી આ વિસ્તારો વંચિત છે અને ઉનાળામાં પીવાના પાણીની પણ અછત આ વિસ્તારમાં વર્તાય છે. આ બેય તાલુકાઓ ડુંગરાળ હોવાથી નહેરનું પાણી ત્યાં પહોચાડવું શક્ય નથી તેમજ દમણગંગા જળાશયની નહેર પણ અહિના નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.      મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી વિપરીત સ્થિતિમાંથી ધરમપૂર કપરાડાના…

Read More

વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટી દ્વારા નિહાલ ના લગ્ન પ્રસંગ નિમિતે સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, પાલનપુર        વડગામ પ્રોફેશનલ પ્રેસ યુનિટી માં આજ રોજ એક ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યારે કોરોના મહામારી ની બીજી લહેર ચાલુ હોવાથી પ્રોફેશનલ યુનિટી ના મેમ્બર ભરતભાઈ લીંબચિયા ના ઘર આંગણે ચિ.નિહાલ ના શુભ પ્રસંગ પર તમામ યુનિટી માં મેમ્બર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સમય સંજોગ ને માન આપી યુનિટી ના મેમ્બરો હાજરી આપી શક્યા નહીં જે અનું સંધાને આજ રોજ આ યુનિટી ને એક પરિવાર સમજી ભરતભાઈ દ્વારા સન્માન સમારંભ અને ભોજન વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ દશરથસિંહ…

Read More

ખાનગી બાતમી ના આધારે દિયોદર ના લવાણા ગામે કરિયાણાની દુકાન માંથી કિં.રૂ. 2000/- ના પ્રતિબંધિત દવાના જથ્થા ઝડપાયો

હિન્દ ન્યુઝ, દિયોદર    જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગળ બનાસકાંઠા, પાલનપુર નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઔષધો અને માદક દ્રવ્યોનુ વેચાણ અટકાવવા અને આવા પદાર્થનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અંતર્ગત કરવામાં આવી હતી તેમજ પી. એચ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર નાઓના માર્ગદર્શન હેઠળ સૂચના આપવામાં આવી હતી. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.સ. ચૌધરી શિહોરી તથા એચ.પી.દેસાઈ પો.સબ.ઇન્સ દિયોદર તથા સ્ટાફના અ. હેડ.કોન્સ હીરાભાઈ રામાભાઈ, નાનજીભાઈ ઉકાભાઇ, વશરામભાઇ રગાભાઈ, મહાદેવભાઈ જીવાભાઈ, દલસંગજી કેશાજી દિયોદર પો.સ્ટેશન તથા પો.કો.…

Read More

દિયોદર તાલુકા કાપણી કરેલ પાક વરસાદ ને કારણે પલડી જતા ખેડૂતો ને નુકસાન

હિન્દ ન્યુઝ, દિયોદર     બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ સક્રિય થતા મેધરાજાની વિધિવત એન્ટ્રી થઇ ચુકતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેધાવી માહોલને લઈ દિયોદર તાલુકામાં અનેક સ્થળો પર ધીમીધારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઇ જવા પામ્યું હતું. કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મેધરાજાનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી. દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ શનિવારે જોરદાર વરસાદ શરૂ થયો હતો તો વરસાદને દિયોદર તાલુકાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળુ સીઝનના ખેતરોમાં કાપણી કરેલ બાજરી સહિત…

Read More

ડભોઇ તાલુકા ના ભીમપુરા ગામે કેનાલ માં ડૂબી જતાં પૌત્ર અને દાદા નું મોત

હિન્દ ન્યુઝ, ડભોઇ         ડભોઇ તાલુકા ના ભીમપુર ગામ માં રહેતા અને ખેતી કરતા જયદેવ ભાઈના પુત્ર હરેશભાઇ જયદેવભાઈ પાટણવાડિયા ઉ.વ ૧૮ આજરોજ તેઓના દાદા ત્રિભોવનભાઈ પાટણવાડિયા ઉ.વ.૬૨ સાથે પોતાના ખેતર માં દવા છાટવા માટે ગયા હતા. દવા ની અંદર પાણી મિક્ષ કરવું હોવાથી પૌત્ર હરેશભાઈ ખેતર નજીક આવેલ કરણેટ ભીમપુર પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યાં પાણી લેવા ગયા હતા. જ્યાં કેનાલ માં થી પાણી લેતી વખતે પગ લપસ્તા હરેશભાઈ કેનાલ ના ઊંડા પાણી માં પડી જતા ડૂબવા લાગ્યા હતા. પૌત્ર ના કેનાલ માં પડી જતા…

Read More

મોરબીમાં ભળીયાદ નજીક માટીના ઢગલામાં સંતાડેલી 121 દારૂની બોટલ ઝડપાઇ

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ કબજે કર્યો છે. મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરા તથા ભરતભાઇ જિલરીયાને બાતમી મળી હતી કે ભળીયાદના અલંકાર કારખાના પાસે સરકારી ખરાબામાં જયુભા પંચાણજી ઝાલા નામના આરોપીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા દરોડો પાડતા બનાવ સ્થળેથી 121 બોટલ રોયલ ચેલેન્જ વ્હિસ્કી દારૂની બોટલ કિંમત રૂ.62920/- ની કબજે કરી આરોપી સ્થળ ઉપર હાજર ન મળી આવતા ગુન્હો દાખલ કર્યો છે. રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી 

Read More