બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેળાથી ધુણસોલનો સુધીનો રસ્તો તૂટેલી હાલતમાં

હિન્દ ન્યુઝ, લાખણી     બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેળાથી ધુણસોલનો સુધીનો તૂટેલા રસ્તા ને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. 10 કિલોમીટરના રસ્તામાં રીપેરીંગ કરવામાં ધ્યાન આપવામાં આવ્યું નથી. પૂર્વે 2015 અને 2017ના વરસાદથી આવેલા પૂરમાં રસ્તો તૂટી ગયો હતો ત્યારે હજી પણ તૂટેલો રસ્તો તેની તે જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ધુણસોલથી ગેળા સુધીમાં રોડ બનાવવામાં આચરેલી ગેરરીતી બાબતે સોસિલ મીડિયામાં અવાજ ઊઠ્યો હતો ત્યારે તંત્રને જગાડવા તેમજ ઉચ્ચસ્તરીય રજુઆત માટે ધુણસોલ, કોટડા, ડોડીયા, લાલપુર તેમજ ગેળા ગામના લોકોએ સાથે મળી મિટિંગ યોજી હતી અને રોડ ને…

Read More

નડિયાદ જેલની કેન્ટીન વિભાગમાંથી ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસણી કરી “ઇટ રાઇટ કેમ્પસ” સર્ટીફીકેટ આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, નડિયાદ     જેલખાતાના વડા અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન.રાવ (ips)નાઓના સીધા માર્ગદર્શન અને પ્રેરણાથી રાજ્યની જેલોમાં બંદીવાનોને આપવામાં આવતા ભોજન તથા કેન્ટીન સવલતની ખાદ્યચીજોની ગુણવતા પ્રત્યે સતત કાળજી રાખવા બદલ તેમજ નડીયાદ જિલ્લા જેલના અધિક્ષક બી.કે.હાડા અને જેલર બી.એસ.પરમારનાઓના સતત સુપર વિઝનની પરિણામ સ્વરૂપ food safety and authority of india, ગાંધીનગર તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખેડા- નડિયાદના અધિકારીઓ દ્રારા તા. ૨૨-૦૯-૨૦૨૦ના રોજ રૂબરૂ નડિયાદ જિલ્લા જેલની વિઝીટ લઇ જેલના રસોડા વિભાગ તેમજ કેન્ટીન વિભાગમાંથી ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસણી કરી સર્ટીફીકેટ આપવામાં આવેલ છે. જેમાં નડિયાદ જિલ્લા જેલ…

Read More

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં શાળા-કોલેજના વિદ્ધાર્થીઓ ભાગ લઇ શકશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ      દર વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં શાળા-કોલેજના વિદ્ધાર્થીઓ ભાગ લઇ શકશે આ નિબંધના વિષય આ પ્રમાણે છે. ૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવ વિવિધતા પર અસરો ૨. જીવ સ્રૂષ્ટિનુ પુન સ્થાપન-જળ-જમીન ૩. પર્યાવરણ સંરક્ષણ માટે મારો ફાળો ૪. મ્યુનિસિપલ ઘન કચરો-પડકારો અને નિરાકરણ. જિલ્લા કક્ષાએ પસંદગી સમિતી દ્રારા આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાને પ્રથમ ઇનામ રૂ.૨૦૦૦, બીજુ ઇનામ રૂ.૧૦૦૦ અને…

Read More

કોઈપણ રોજગારવાંચ્છુ કેરિયર કોલ સેન્ટરનો નં. ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઈપણ જિલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી, કારકિર્દી અને વ્યવસાયલક્ષી સચોટ માહિતી મેળવી શકશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ     માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ “રાષ્ટ્રીય યુવા “ દિવસે રાજ્યના યુવાનો માટે રોજગારલક્ષી ઓનલાઈન કેરિયર કોલસેન્ટર રોજગાર સેતુ કાર્યક્રમનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં ગુજરાતની આ નવીન પહેલમાં રાજ્યનો કોઈપણ રોજગારવાંચ્છુ આ કેરિયર કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી, કારકિર્દી અને વ્યવસાયલક્ષી સચોટ અને અદ્યતન માહિતી મેળવી શકશે.      ખેડા જીલ્લાના ઉમેદવારો કેરિયર કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને તેઓ ધોરણ ૧૦-૧૨-આઈ.ટી.આઈ. કે સ્નાતક પછીના અભ્યાસક્રમો, વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ, રોજગાર ભરતી મેળા, જિલ્લામાં કે જિલ્લા…

Read More

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલથી ૨૫ કેન્દ્રો પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી શરૂ થશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર       મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા. ૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.       જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતીકાલથી ૨૫ કેન્દ્રો પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો નીચે મુજબ છે. તાલુકો ભાવનગર : પ્રા.આ.કે. ભુંભલી, ઉંડવી અને ફરીયાદકા      તાલુકો ગારીયાધાર : અર્બન હેલ્થ સેન્ટર…

Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તા. ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર  ઔદ્યોગિક એકમો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂન માસ દરમિયાન કુલ આશરે ૫૦,૦૦૦ જેટલા તુલસીના રોપા વાવવામાં આવશે      આગામી તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષની થીમ “Ecosystem Restoration- Reimagine. Recreate. Restore” છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભાવનગર કચેરી દ્વારા તા.૦૫/૦૬/૨૦૨૧ ના રોજ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જેમાં ઔદ્યોગિક એકમો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂન માસ દરમિયાન કુલ આશરે ૫૦,૦૦૦ જેટલા…

Read More

તળાજા તાલુકાના ખંઢેરા, મણાર, ભવાનીપુરા, સમઢીયાળા, નાની બાબરીયાત, બપાડા, ઈશોરા-૧, ગોપનાથ, બેલા, જસપરા અને અલંગ જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર     કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલું વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારના ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૪.૨૦ મીટર, મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટર, ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટર, નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૦૦.૦૦ મીટર, નાની બાબરીયાત ગામ પાસે…

Read More

પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ઝોનમાં ફિશીંગ પ્રતિબંધ જાહેર કરાયો

હિન્દ ન્યૂઝ ,ભાવનગર     રાજ્યના દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૩૧-૦૭-૨૦૨૧ સુધી યાંત્રીક બોટો દ્વારા થતી આંતરદેશિય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ લગાવાયો ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ ઉદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ઇન્ડિયન એક્ઝિક્યુટિવ ઝોનમાં ફિશીંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં પશ્ચિમ દરીયાઇ કાંઠા વિસ્તાર માટે તા.૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધીનો સમયગાળો પ્રતિબંધિત રાખવામાં આવેલ છે.    મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામાંથી ફિશીંગ પ્રતિબંધના સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે. મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના કચેરી હુકમના આદેશ અનુસાર…

Read More

દિયોદરના મોજરૂ જુના ગામે અચાનક વાવાઝોડું આવતા ખેડૂતો ના પતરા ઉડી જતા નુકસાન થવા પામ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર ના દિયોદરના મોજરુ જુના ગામે ગતરાત્રિના બે વાગ્યે અચાનક વાવાઝોડું આવતા જુમજી દરબાર ના ખેતરમાં ઢાંકેલા ઢાળિયા માં લગભગ ૧૫ જેટલા પતરા અને ઘરના નેવા સહિત લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર જેટલું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યુ હતું અને અચાનક વાવાઝોડાને કારણે ખેડૂતો ને કાપણી કરેલ આવી રહેલી બાજરી આડી પડી ગઈ હતી. જેનાથી બાજરીના મોટા ભાગનો પાક બગાડવાની સંભાવના સેવાઇ રહી છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર 

Read More

દિયોદર કોરોના મહામારી માં સેવાકીય ક્ષેત્રે સારી કામગીરી કરતા ચિરાગ ભાઈ ત્રિવેદી

હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો. કોરોના ની બીજી લહેર ખૂબ ઘાતક બની હતી. જોકે હવે ગુજરાત માં કોરોના ના કેસો માં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આ કોરોના ની મહામારી માં સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા હતા. સરકાર ની સાથે આ મહામારી માં સેવાભાવિ સંસ્થાઓ તેમજ વિવિધ ગૃપો અને સેવાભાવિ લોકો એ અનેક રીતે આ મહામારી માં લોકો ની મદદ કરી છે. ત્યારે આ મહામારી માં એક એવા વ્યક્તિત્વ ની વાત કરીએ તો આ મહામારી માં અનેક પ્રકાર લોકો ની મદદ…

Read More