ડભોઈ નજીકના સીંધીયા પુરા ગામે ડભોઇ પોલીસના જવાનોએ રેડ કરતા ચાર ઈસમો જુગાર રમતા ઝડપાયા 

હિન્દ ન્યૂઝ, ડભોઈ ગત રાત્રીના સમયે ડભોઇ પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે સીંધીયાપુરા ગામે કેટલાક ઇસમોએ ભેગા મળી જુગાર રમે છે અને તે બાતમી હકીકત વાળી જગ્યાએ સીંધીયા પુરા ગામે ઈસ્માઈલભાઈ હસનભાઈ સિંધી ના મકાનની પાછળ આવેલ વાડા માં રાત્રીના અંધારામાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમી રહયા છે જે હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનો એ તે જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. (૧). દસ્તગીરભાઈ કાલુભાઈ મિર્ઝા ઉ.૬૯, બેગવાળા…

Read More

મોંઘવારી થી મુક્તિ આપવા ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

હિન્દ ન્યૂઝ, વેરાવળ આજ રોજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે મુક્તિ આપવાની માંગ સાથે મહિલા કોંગ્રેસની આગેવાનો સાથે આજરોજ વેરાવળના ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મોંઘવારી માંથી મુક્તિ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ. આ તકે ઉષાબેન કુસકીયાએ આ કોરોનાના કપરા કાળમાં ગરીબો અને મધ્યમ વર્ગ ની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે તે સરકારની નિષ્ફળતા સાબિત કરે છે સરકારની ખોટી નીતિઓના કારણે આજે દેશભરમાં લોકોની મુશ્કેલીઓ વધવા પામેલ છે તેની તીવ્ર અને ગંભીર અસર માનવજીવન ઉપર…

Read More

આંબલીયારા પોલીસે ભુડાસન પાટિયાં નજીક બાતમીનાં આધારે બેરીકેટ ગોઠવી વાહન ચેકીંગ કયું

હિન્દ ન્યૂઝ, મોડાસા પીએસઆઇ આર.એમ.ડામોર અને તેમની પોલીસ ટીમે સ્વીફ્ટ કાર નેઅટકાવી તલાશી લીધી કારમાંથી અગેજી દારૂ અને બિયરનો જથ્થો હાથ લાગ્યો 1,00,400/- રૂપિયા નો દારૂ તેમજ 2,00,000/- રૂપિયા ની કાર સહિત કુલ 3,00,400/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ વરદીચંદ લોગરજી ડાંગી ઉદેપુર રોડીલાલ રામજી ગાયરી ઉદેપુર નામના બે બુટલેગરોની ધરપકડ કરાઇ રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More

કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલ વિમિત કર્મચારીનાં પરીવારને મદદ અને સહાયતા કરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર કોવિડ-૧૯ ના કારણે મૃત્યુ પામેલ વિમિત કર્મચારીના વ્યક્તિનાં પરીવારને કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા મદદ અને સહાયતા કરવામાં આવશે.  આ માટે કામદાર કર્મચારીની નોંધણી કોવિડ-૧૯ ના નિદાનના ત્રણ મહિના પહેલા થયેલી હોવી જોઈએ. વિમિત વ્યક્તિ કોવિડ-૧૯ ના નિદાનના દિવસે કર્મચારી એટલે કે, રોજગારમાં હોવો જોઈએ અને કોવિડ-૧૯ ના નિદાન સુધીના એક વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ૭૦ દિવસનો ફાળો જમા કરેલ હોવો જોઈએ. જો વિવિધ વ્યક્તિ કે મહિલાએ અપંગતા હિતલાભ, વર્ધિત બીમારી કે માતૃત્વ હિતલાભ લીધેલ હશે તો તે હિતલાભના દિવસો ૭૦ દિવસની ગણતરીમાં લઈ લેવામાં આવશે. કોવિડ-૧૯…

Read More

દિવ્યાંગ વ્યક્તિઓના પેન્શનમાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યૂઝ, ભાવનગર ‘બૌધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય યોજના’ માં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અભિગમ. જેમાં મનો દિવ્યાંગતાનું ધોરણ ૮૦% થી ઘટાડીને ૭૫% કરી સુધારો કરવામાં આવ્યો છે તેમજ ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ અંતર્ગતની અન્ય બે દિવ્યાંગતાઓ ઓટીઝમ અને સેરેબલ પાલ્સી એમ બંને દિવ્યાંગતાનો પણ આ પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આમ બૌધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તે લોકો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ઠરાવથી ઉક્ત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ માસિક રૂપિયા…

Read More

તા.૩૦ જુન સુધી પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર તા.૩૦/૦૬/૨૦૨૧ ના સમયગાળા માટે પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માટે I Khedut Portal ( આઇ ખેડુત પોર્ટલ) {https://ikhedut.gujarat.gov.in} ચાલુ કરવામાં આવેલ છે. પશુપાલકોએ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે. ચાલુ વર્ષે આઇ ખેડુત પોર્ટલ ઉપર પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે પાવર ડ્રીવન ચાફ કટર, ૧૦ + ૧ બકરા એકમ સ્થાપના સહાય, ક્રુત્રિમ બિજદાનથી જન્મેલ શુધ્ધ વાછરડી માટે પ્રોત્સાહન યોજના, ગાભણ પશુઓ માટે ખાણદાણ સહાય, ૧૨ દુધાળા પશુઓ માટે ડેરીફાર્મ સ્થાપના સહાય, ગ્રામ્ય કક્ષાની દુધ મંડળીઓ માટે દુધઘર, ગોડાઉન બાંધકામ સહાય યોજનાઓ જેવી યોજનાઓ ઉપલબ્ધ છે.  જે…

Read More

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવાનો નિર્ણય કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

હિન્દ ન્યૂઝ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી…

Read More

વિનાશક તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં સર્જેલી તારાજી નુકશાનથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત રૂ. ૯૮૩૬ કરોડની સહાયની જરૂરિયાત માટે ગુજરાતની રજૂઆત

હિન્દ ન્યૂઝ, નડિયાદ ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક…

Read More

ગોધરા ખાતે યોજાનાર ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી) ભરતી રેલીમાં ભાગ લેવા હેતુસર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી તા.૦૬/૦૬/૨૦૨૧થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં આપવાનું રહેશે. તા.૨૧/૦૭/૨૦૨૧ થી તા.૦૪/૦૮/૨૦૨૧ દરમિયાન ઉમેદવારે પોતાના ઇ-મેલ…

Read More