મોંઘવારી થી મુક્તિ આપવા ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવતા ઉષાબેન કુસકીયા

હિન્દ ન્યૂઝ, વેરાવળ

આજ રોજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે મુક્તિ આપવાની માંગ સાથે મહિલા કોંગ્રેસની આગેવાનો સાથે આજરોજ વેરાવળના ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મોંઘવારી માંથી મુક્તિ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ.
આ તકે ઉષાબેન કુસકીયાએ આ કોરોનાના કપરા કાળમાં ગરીબો અને મધ્યમ વર્ગ ની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે તે સરકારની નિષ્ફળતા સાબિત કરે છે સરકારની ખોટી નીતિઓના કારણે આજે દેશભરમાં લોકોની મુશ્કેલીઓ વધવા પામેલ છે તેની તીવ્ર અને ગંભીર અસર માનવજીવન ઉપર પડી રહેલ છે, ત્યારે સરકાર આ બાબતે એકશનમાં આવી ભાવો ઘટાડવા ઉગ્ર માંગ કરેલ છે આ તકે ઉપસ્થિત મહિલા કોંગ્રેસ અગ્રણીઓ માં નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ કિરણબેન ભીમજીયાણી, જસ્મીનબેન મુરીમાં, કાજલબેન ભજગોત્તર, જ્યોતિબેન મકવાણા, મંજુબેન સોલંકી, રમાબેન ચાવડા, પ્રવિણાબેન, નાનુબેન બાબુભાઇ, રીટાબેન, અંજુબેન પોપટ, છાયાબેન ધનેશા, ભાવનાબેન ત્રિવેદી, આરતીબેન પરમાર, કાજલબેન લાખાણી, સાજેદા મુસ્તાક, સાબેરાબેન બ્લોચ, નઝમાબેન પંજા, મુમતાજ કકાસીયા, મંજુબેન રબારી, પુંજીબેન ગોહેલ, સવિતાબેન પરસોતમ, હંસાબેન ચાંડપા, શારદાબેન ચાંડપા, નર્મદાબેન ગોહેલ, હંસાબેન મુળજી, નાનુબેન બાબુભાઇ, મંગુબેન ચાંડપા, ભાવનાબેન ગોહેલ, ગૌરીબેન નાથુભાઈ, ફરીદાબેન મન્સૂરી, શહેનાઝ મકવાણા, રહીમ બહારુની, ફાતમા શેખ, જયશ્રીબેન પરમાર, મૂળીબેન ચાંડપા, હર્ષિદાબેન જોશી, જયાબેન ચાંડપા, અમરીબેન ભજગોત્તર, જશીબેન ચાંડપા, જયાબેન ગીરીશભાઈ.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment