ડભોઈ નજીકના સીંધીયા પુરા ગામે ડભોઇ પોલીસના જવાનોએ રેડ કરતા ચાર ઈસમો જુગાર રમતા ઝડપાયા 

હિન્દ ન્યૂઝ, ડભોઈ

ગત રાત્રીના સમયે ડભોઇ પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડભોઇ પોલીસ ઇસ્પેક્ટર જે.એમ વાઘેલાને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે સીંધીયાપુરા ગામે કેટલાક ઇસમોએ ભેગા મળી જુગાર રમે છે અને તે બાતમી હકીકત વાળી જગ્યાએ સીંધીયા પુરા ગામે ઈસ્માઈલભાઈ હસનભાઈ સિંધી ના મકાનની પાછળ આવેલ વાડા માં રાત્રીના અંધારામાં લાઇટના અજવાળે કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમી રહયા છે જે હકીકતના આધારે ડભોઇ પોલીસ સ્ટાફના જવાનો એ તે જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપરથી ચારેય ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા.
(૧). દસ્તગીરભાઈ કાલુભાઈ મિર્ઝા ઉ.૬૯, બેગવાળા તા. ડભોઇ, જી.વડોદરા, (૨). હુસેનભાઇ મહમદભાઇ સિંધી ઉ.૪૦ , દરગાહવાળું ફળિયું, સિંધિયા પુરા, તા. ડભોઇ,જી.વડોદરા, (૩). અકબરભાઈ ઉમરભાઈ સિંધી ઉ.વ.૪૯, સિંધિયાપુરા,તા.ડભોઈ, જિ.વડોદરા, (૪). સાજીદ હુસેન ઇબ્રાહીમભાઇ વાણીયાવાલા ઉ.વ.૫૦,રહે. મહુડીભાગોળ, શરબતકુવા,તા.ડભોઈ,જી.વડોદરાઆ સદાય તમામ ઈસમોની અંગજડતી કરતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૯,૯૮૦ તથા દાવ ઉપરના રૂપિયા ૪,૪૩૦ તથા પત્તાપાના નંબર ૫૨ મળી કુલ રૂપિયા ૧૪,૪૧૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને તેઓની વિરોધમાં જુગારધારાની કલમ ૧૨,ઈ.પી.કો.કલમ(૨૬૯) તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(બી ) મુજબ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ સદર ચારેય ઈસમોની ધરપકડ કરી આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment