દિયોદર ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ પ્રેક્ટીશનરો વિરુધ કાર્યવાહી ના કરવા રજૂઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર

    કોરોના કાળમાં મહામારી વખતે ડીગ્રી વગરના ગ્રામીણ ડૉક્ટરો એ સેવાઓ પુરી પાડી છે. એમની સાથે પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા ખોટા કેશ ના કરવા ને લઈ દિયોદર ધારાસભ્ય મેદાને ઉતર્યા છે. દિયોદર ધારા સભ્ય શિવાભાઈ એ સરકારને પત્ર દ્વારા રજુઆત કરી છે. ત્યારે દિયોદર ધારા સરકાર દ્વારા ડીગ્રી વગર ના ડૉકટર સામે હાલ કાર્યવાહી ના કરવા માંગ કરી છે. . હાલ ગુજરાત ના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતા ડીગ્રી વગરના ડૉક્ટરો સામે આરોગ્ય તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી યથાવત છે. ત્યારે દિયોદર ધારા સભ્ય ડીગ્રી વગરના ડૉક્ટરો સામે કાર્યવાહી ના કરવા સરકારને રજૂઆત કરી છે. ત્યારે ગ્રામીણ ડૉક્ટરો સામે આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ દ્રારા આડેધડ કાર્યવાહી ના કરવા નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ ને પત્ર દ્વારા જણાવાયું છે.

અહેવાલ :  પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment