તા.૩૦ જુન સુધી પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ પર યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર

તા.૩૦/૦૬/૨૦૨૧ ના સમયગાળા માટે પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ માટે I Khedut Portal ( આઇ ખેડુત પોર્ટલ) {https://ikhedut.gujarat.gov.in} ચાલુ કરવામાં આવેલ છે. પશુપાલકોએ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે.

ચાલુ વર્ષે આઇ ખેડુત પોર્ટલ ઉપર પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે પાવર ડ્રીવન ચાફ કટર, ૧૦ + ૧ બકરા એકમ સ્થાપના સહાય, ક્રુત્રિમ બિજદાનથી જન્મેલ શુધ્ધ વાછરડી માટે પ્રોત્સાહન યોજના, ગાભણ પશુઓ માટે ખાણદાણ સહાય, ૧૨ દુધાળા પશુઓ માટે ડેરીફાર્મ સ્થાપના સહાય, ગ્રામ્ય કક્ષાની દુધ મંડળીઓ માટે દુધઘર, ગોડાઉન બાંધકામ સહાય યોજનાઓ જેવી યોજનાઓ ઉપલબ્ધ છે.  જે માટે લાભાર્થીએ અરજી કરી અરજીમાં જરૂરી સહી કરી બિડાણ કરવાના થતા દસ્તાવેજ પ્રમાણિત કરી અરજી કર્યાના ૦૭ દિવસમાં તાલુકાના લાગુ પડતા નજીકના પશુ દવાખાનાએ પહોચાડવાની રહેશે અથવા સહી કરેલ અરજી સાથે પ્રમાણિત કરેલ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. અરજીની પ્રિન્ટ લેતા પહેલા નામ, અટક કે ગામના નામમાં ક્ષતિ ન રહે તે ખાસ જોવાનુ રહેશે.

જે યોજનામાં લક્ષ્યાંક કરતા ઓછી અરજીઓ હશે તે યોજનાઓ માટે પોર્ટલ વધુ સમય માટે ખુલ્લુ રાખવામાં આવશે. જે યોજનામાં લક્ષ્યાંક જેટલી કે લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ આવેલ હશે તે યોજનાઓ માટે Lપોર્ટલ ૩૦/૦૬/૨૦૨૧ ના બંધ કરવામાં આવશે તેમજ લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ માટે લાભાર્થી નિયત કરવા માટે નિયમાનુસાર ઓનલાઇન ડ્રો કરવામાં આવશે.
વધુ માહિતી, માર્ગદર્શન માટે નજીકના પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર કે રાજ્ય કક્ષાની કચેરી હેઠળના ઉપકેન્દ્રો ખાતે સંપર્ક કરવાનો રહેશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment