ગોધરા ખાતે યોજાનાર ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી) ભરતી રેલીમાં ભાગ લેવા હેતુસર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

ભારતીય ભૂમિદળ (ઈન્ડીયન આર્મી)માં ઊજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી તા.૦૬/૦૬/૨૦૨૧થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર ઓનલાઇન અરજીમાં આપવાનું રહેશે. તા.૨૧/૦૭/૨૦૨૧ થી તા.૦૪/૦૮/૨૦૨૧ દરમિયાન ઉમેદવારે પોતાના ઇ-મેલ –આઇ ડી પરથી પોતાનું એડમીટ કાર્ડ પ્રિન્ટ કરી પોતાની સાથે રાખવાનું રહેશે. જે ભરતી મેળામાં બિનચૂક લઈ જવાનું રહેશે. જેમાં ભરતીનું સ્થળ, સમય અને તારીખ દર્શાવેલ હશે. એડમીટ કાર્ડમાં ઉમેદવારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. જ્યારે ભરતી તા. ૦૫/૦૮/૨૦૨૧ થી તા.૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેલાવ સ્પોટર્સ કોમ્પલેક્ષ, ગોધરા જી.પંચમહાલ ખાતે યોજાશે. ખેડા જીલ્લાના અવિવાહિત સશક્ત પુરુષ ઉમેદવારો કે જેઓ ઓછામાં ઓછું એસ.એસ.સી પાસ તેમજ સત્તર વર્ષ છ મહિનાથી ૨૧ વર્ષની વય ધરાવતા તેમજ ધોરણ ૧૨ સાયન્સ પાસ ઉમેદવારો કે જેઓ કલાર્ક, સ્ટોર કીપર, ટેકનીકલ તેમજ સોલ્જર નર્સીગમાં જવા ઇચ્છે છે, તેઓ સત્તર વર્ષ, છ મહિનાથી ૨૩ વર્ષ સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે. ઉંચાઇ ૧૬૮ સે.મી. વજન ૫૦ કિ.ગ્રા. તેમજ છાતીનું માપ ૭૭ સી.મી.થી ૮૨ સી.મી. હોવું જોઇએ. યુવાનોને સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. જીલ્લા રોજગાર કચેરી- બ્લોક “એ”, બીજો માળ, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે કામકાજના દિવસોમાં ઉપસ્થિત રહી ઓન લાઇન ફોર્મ પણ નિ:શુલ્ક ધોરણે ભરી આપવામાં આવશે. તેમ ઇ.ચા. જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment