જસદણ શહેરમાં કોરોના વેક્સિન રસીકરણ કેમ્પ નું આયોજન 

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ શહેરમાં વિકસીનેસન ઝડપી બનાવવા માટે 18 વર્ષ થી ઉપર ના દરેક લોકો માટે પ્રથમ ડોઝ અને 45 વર્ષ થી ઉપર ના માટે બીજો ડોઝ 84 દિવસ થય ગયા હોય તેને હવે ‘ઓન ધ સ્પોટ’ સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવશે તેમજ આધાર કાર્ડ સાથે લઇને આવવું. નીચે આપેલ સ્થળ અને તારીખ મુજબ વેક્સીન આપવામાં આવશે તા.21/06/21 થી 23/06/21     આ 3 દિવસ રોજ સવારે 9:30 થી સાંજે 5:30 સુધી નીચે દર્શાવેલ 5 સ્થળ ઉપર વેક્સિનેશન સેન્ટર માં વેક્સિન આપવામાં આવશે. જસદણ…

Read More

ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૮૦ મી.મી. વરસાદ નોંધાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૩.૯૬% વરસાદ નોંધાયો હિન્દ ન્યુઝ, ભાવનગર      ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ગારીયાધાર તાલુકામાં ૧૩ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૬ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૧૨ મી.મી. પાલીતાણા તાલુકામાં ૨૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૬ મી.મી., ઉમરાળા તાલુકામાં ૨૭ મી.મી. અને સિહોર તાલુકામાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે.      ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકામાં ૧૪૨ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૨૦ મી.મી., ઉમરાળા તાલુકામાં ૯૧ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૭૯ મી.મી. પાલીતાણા તાલુકામાં ૯૨ મી.મી., સિહોર તાલુકામાં ૫૭ મી.મી., ઘોઘા તાલુકામાં ૬૦ મી.મી., જેસર તાલુકામાં…

Read More

ફ્લડસેલ દ્વારા ભાવનગર જિલ્લામાં આવેલ ડેમોના જળસપાટીના આંકડા જાહેર કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં આવેલ ડેમોની સપાટીના આંકડા ફ્લડસેલ, ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર ધારી તાલુકાના ખોડિયાર ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૨૦૨.૬૮ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૨૦૦.૮૨ છે. પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૫.૫૩ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૩.૬૨ છે. પાલીતાણા તાલુકાના રજાવળ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૬.૭૫ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૨.૩૫ છે. પાલીતાણા તાલુકાના ખારો ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૪.૧૨ મીટર છે જ્યારે હાલ…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ 

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ની પ્રીલીમીનરી પરીક્ષા ભાવનગર જિલ્લામા આગામી તા.૨૦/૦૬/૨૦૨૧ ના રોજ સવારનાં ૧૦:૦૦ કલાકથી બપોરના ૧:૦૦ કલાક અને બપોરનાં ૩:૦૦ કલાકથી સાંજનાં ૬:૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું…

Read More

રાહુલ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મહિલા અગ્રણી ઉષાબેન કુસકિયા દ્વારા અનાજ પુરવઠા થી વંચિત ગરીબોને ન્યાય આપવા મામલતદારને આવેદન

હિન્દ ન્યુઝ, વેરાવળ      વેરાવળ ખાતે રાહુલજી ના જન્મ દિન નિમિત્તે પ્રજાકીય – સેવાકીય કામગીરીના ભાગરૂપે પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયા દ્વારા વેરાવળ ના મામલતદાર ને એક આવેદન પત્ર પાઠવી અનાજ પુરવઠાથી વંચિત ગરીબોને ન્યાય આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવેલ હતી. આ તકે ઉષાબેન કુસકીયા એ રજુઆત માં જણાવેલ કે, ગરીબોને મળવાપાત્ર અનાજ પુરવઠો રેશનકાર્ડ ની ઠપ થયેલ કામગીરીના કારણે અસંખ્ય ગરીબ પરિવાર સરકારની યોજનાના અનાજ ના લાભથી વંચિત રહી જવા પામેલ છે. તેથી તાકીદે યોગ્ય કરી અનાજનો જથ્થો પૂરતો મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવેલ હતું.…

Read More

રાજ્યમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલી, કલેક્ટર, DDO, મ્યુ. કમિશનર સહિતના અનેક અધિકારીઓ બદલાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાજ્યમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિંપાયો છે. રાજ્મયાં 77 IAS અધિકારીઓની બદલી  કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. નવસારી કલેક્ટર આદ્રા અગ્રવાલની રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત તઓને રાહત કમિશનરનની જવાબદારી પણ અપાઈ છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની GSRTCના MD તરીકે બદલી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાંથી પી.ભારથીને શ્રમ કમિશનર બનાવાયા છે. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહનની બદલી…

Read More

રાજકોટ ખાતે ‘શ્રી રામ ધુન સંતવાણી મંડળ-રાજકોટ’ દ્વારા “સર્વજ્ઞાતિ સમૂહસમૂહ લગ્ન-4” નું આયોજન

હિન્દ ન્યૂઝ, રાજકોટ       રાજકોટ ખાતે ‘શ્રી રામ ધુન સંતવાણી મંડળ-રાજકોટ’ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ માતા-પિતા હયાત ન હોય તેવા માવતર વિહોણી દિકરીઓ ના ચોથા (12 દિકરીઓના) “સર્વજ્ઞાતિ સમૂહસમૂહ લગ્ન” નું આયોજન કરે છે. આગામી 20-06-2021 ને રવિવાર ના રોજ કુલ 12 દિકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે આ દીકરીઓ માંથી કોઈ દિકરી ને માતાનો પ્રેમ નસીબમાં નથી, તો કોઈ દિકરી ને પિતાનો હાથ માથે નથી. આવા માત-પિતા વિહોણી દીકરીઓ પ્રભુતા નાં પગલા કરે એથી સરસ…

Read More