વડાપ્રધાન અને મુખ્યમંત્રી એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ હેઠળ જિલ્લાની ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરીને અનેકવિધ યોજનાઓના અમલ સાથે નર્મદા જિલ્લો પણ અન્ય જિલ્લાની હરોળમાં આવે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે : જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ રૂા.૨૪૩૮.૩૬/- લાખના ખર્ચના ૧૩૪૨ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ૨૩૩૭ લાભાર્થીઓ આવરી લેવાયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત આદિજાતિ વિકાસ મંડળના અન્ય સદસ્યઓ, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ ઉપરાંત અન્ય અમલીકરણ…

Read More

તા.૧ થી તા.૭ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ઓગસ્ટ માસનું પ્રથમ સપ્તાહ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સ્તનપાનનું મહત્વ સમજાવવા અને બાળકનાં જન્મથી ૬ માસ સુધી માત્રને માત્ર સ્તનપાન કરાવવા બાબત લોકજાગૃતિ વધારવાના ઉદેશ સહ એક ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધાનો હેતુ સ્તનપાનના મહત્વને ઉજાગર કરવા, સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને આસપાસના બાળકો અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે છે. સ્તનપાન બાળકોના શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટેખુબજ ફાયદાકારક છે અને માતૃત્વના સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક છે જે અંગે લોક જાગૃતિ લાવવા માટે કાર્યકમ યોજવામાં આવનાર છે.…

Read More

ઘોઘા તાલુકાના વાવડી ગામ ખાતે તા.૨ ઓગષ્ટના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     સરકાર દ્વારા રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે ઓગષ્ટ માસની ૨જી તારીખે “સંવેદના દિન”ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે એક દિવસ માટે સમગ્ર રાજ્યમાં પ્રત્યેક તાલુકાદિઠ એક સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવા માટે સરકારે નિર્ણય કરેલ છે. જે અન્વયે ઘોઘા તાલુકામાં વાવડી ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી મામલતદાર, ઘોઘાનાં અઘ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં (૧) વાવડી (૨) સાણોદર (૩) સારવદર (૪) ઓદરકા (૫) પીથલપુર (૬) નથુગઢ (૭) તણસા અને…

Read More

ઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ઉમરાળા તાલુકાનાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર શરૂ ન કરવાનાં કારણે કેરીયા, નવા અલમપર, બોચડવા, ઉજળવાવ, ધોળા ગોદડજી, ચોગઠ પૂર્વગાળી, ધામણકા કેન્દ્ર ઉપર સંચાલકની ઉચ્ચક માનદ વેતનની ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, ઉમેદવારો માટે વયમર્યાદા લઘુતમ ૨૦ વર્ષ અને ૬૦ વર્ષ હોવી જોઈએ. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ઉમરાળા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ પોતાનાં ફોર્મ અરજી તા.૦૭/૦૮/૨૦૨૧ સુધીમાં જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી,…

Read More

૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવક – યુવતીઓ માટે ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર)નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હેઠળની જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર દ્વારા ઓનલાઈન ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર)નું આયોજન કરવામાં આવનાર છે. આ વેબીનાર દ્વારા તાલીમાર્થીઓને પોલીસ, મામલતદાર, તલાટી, GPSC, UPSC જુ.ક્લાર્ક, સી.ક્લાર્ક વગેરે જેવી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીમાં ઉપયોગી થાય તે માટે તજજ્ઞ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ચેરમેન, દિનેશ દાસા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબીનારમાં ભાગ લેવા ઇચ્છતા ૧૮ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવક – યુવતીઓએ તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ZOOM એપ પર મિટિંગ આઈ.ડી- 4567891008 અને પાસકોડ – 1234…

Read More

પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને ડભોઇના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં

હિન્દ ન્યુઝ, ડભોઈ  “હરિધામ સોખડાની મુલાકાત લઈ અક્ષરધામ નિવાસી પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કોંગ્રેસના અગ્રણીઓ “ ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવાઓ દ્વારા દેશ-વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં સ્વામી હરિપ્રસાદ સેતુરૂપ બન્યા હતા. જેઓ અક્ષરધામ નિવાસી થતા સમગ્ર રાજ્યભરના અને દેશ-વિદેશના અનુયાયીઓ સહિત રાજકીય અગ્રણીઓ હરિધામ સોખડાની મુલાકાત લઇ સ્વામીજીને શ્રદ્ધાસુમન કરી રહ્યા છે તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓએ પણ હરિધામ સોખડાની મુલાકાત લઇ પ.પૂ. સ્વામી હરિપ્રસાદને શ્રદ્ધાસુમન અર્પણ કરી, શ્રદ્ધાંજલિ વ્યકત કરી હતી. “દાસ ના દાસ” ધર્મના માર્ગનું સૂચન કરનાર હરિધામ સોખડાના પરમ પૂજ્ય સંત સ્વામી હરિપ્રસાદ…

Read More

દ્વારકાધીશના મંદિરે ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે હિન્દુ સેના ની વ્યૂહરચના

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કિશાન ચોક માં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે તા. 2 ઓગસ્ટ 2021 ના રોજ રાત્રીના 08:00 થી 09:00 વાગ્યા સુધી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે અવાજ ઉઠાવવા હિન્દુ સેનાની એક અગત્યની બેઠક નું આયોજન કરેલ છે. જેમાં એક માસથી ચાલતી દેવી દેવતા અને તેમજ ધાર્મિક ચિન્હો ને કે ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુ સેના એ રોષ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને એક માસ સુધી ચલાવવાનું અલ્ટીમેટ આપ્યા બાદ વધુ એક માસ સુધી આ અભિયાન આગળ ચાલશે તેમજ ફિલ્મ સ્ટારો દ્વારા ફિલ્મો વેબ સીરીઝો…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ શેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામા આગામી તા.૦૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારનાં ૧૧:૦૦ કલાકથી બપોરનાં ૦૧:૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રણમાં રહે તે હેતુથી શ્રી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ…

Read More

તા.૨ ઓગષ્ટનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, પાલીતાણા      સરકાર દ્વારા રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમો અંતર્ગત ઓગષ્ટ માસની ૨જી તારીખે “સંવેદના દિન” ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે પાલીતાણા નગરપાલિકામાં વોર્ડ નં.૧ થી ૯ નો સેવા સેતુ કાર્યક્રમ પાલીતાણા નગરપાલિકા કચેરી, મહર્ષી પરશુરામ માર્ગ, ટાઉનહોલ, પાલીતાણા ખાતે તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી સાંજનાં ૫-૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા…

Read More

પંચનાથ મહાદેવ આશ્રમ ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ સાદગી થી ઉજવાયો

હિન્દ ન્યુઝ, ચોટીલા         ગુરુપૂર્ણિમા માં ના દિવસે અનેક જગ્યાએ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. જયારે ચોટીલા ના પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે  સાદગી થી ઉજવણી કરાઈ. જેમાં ગુરુ શ્રી રામચંદ્રદાસ મહારાજ ના  દર્શને ભક્તો આવ્યા ગુરુપૂર્ણિમા નિમિતે ઝાલાવાડ ની વાત ના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા વિધિવત પૂજન વિધિ કરી ફુલાહાર ચડાવી ગુરુજીને નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોના મહામારી ના લીધે માર્યાદિત મહેમાનો આવેલ જે કોરોના ગાઇડલાઇન મુજબ  હાજરી આપી હતી. જયારે ચોટીલા પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે ચોટીલા ના ગુરુભક્તો દ્વારા  પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…

Read More