દ્વારકાધીશના મંદિરે ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા સામે હિન્દુ સેના ની વ્યૂહરચના

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કિશાન ચોક માં આવેલ દ્વારકાધીશ મંદિર ખાતે તા. 2 ઓગસ્ટ 2021 ના રોજ રાત્રીના 08:00 થી 09:00 વાગ્યા સુધી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે અવાજ ઉઠાવવા હિન્દુ સેનાની એક અગત્યની બેઠક નું આયોજન કરેલ છે. જેમાં એક માસથી ચાલતી દેવી દેવતા અને તેમજ ધાર્મિક ચિન્હો ને કે ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુ સેના એ રોષ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને એક માસ સુધી ચલાવવાનું અલ્ટીમેટ આપ્યા બાદ વધુ એક માસ સુધી આ અભિયાન આગળ ચાલશે તેમજ ફિલ્મ સ્ટારો દ્વારા ફિલ્મો વેબ સીરીઝો…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ શેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામા આગામી તા.૦૧/૦૮/૨૦૨૧ ના રોજ સવારનાં ૧૧:૦૦ કલાકથી બપોરનાં ૦૧:૦૦ કલાક સુધી યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કોવિડ-૧૯નું સંક્રમણ નિયંત્રણમાં રહે તે હેતુથી શ્રી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ…

Read More

તા.૨ ઓગષ્ટનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, પાલીતાણા      સરકાર દ્વારા રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમો અંતર્ગત ઓગષ્ટ માસની ૨જી તારીખે “સંવેદના દિન” ની ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે પાલીતાણા નગરપાલિકામાં વોર્ડ નં.૧ થી ૯ નો સેવા સેતુ કાર્યક્રમ પાલીતાણા નગરપાલિકા કચેરી, મહર્ષી પરશુરામ માર્ગ, ટાઉનહોલ, પાલીતાણા ખાતે તા.૦૨/૦૮/૨૦૨૧નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી સાંજનાં ૫-૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં(નામ ઉમેરવા, કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા…

Read More