ગુજરાતના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ખેતીબેંકના ૩ જિલ્લાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા યોજાયેલ સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ, સુત્રાપાડા      સુત્રાપાડા નગરપાલિકા દ્રારા ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડા ના વતની જશાભાઈ બારડ જેઓ ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી (ખેતી બેન્ક) ના 3 જિલ્લા જુનાગઢ, પોરબંદર અને ગિરસોમનાથ ના ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા જશાભાઈ બારડનો સન્માન સમારંભ રાખવામા આવેલ હતો. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર, તમામ સભ્યો અને જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. જશાભાઈ બારડ…

Read More

ગૌરીવ્રત ના તહેવારો આવે ત્યારે કુંવારી કન્યાઓ વ્રત ની ઉજવણીમાં ધણો જ ઉત્સાહ

હિન્દ ન્યુઝ, વાઘોડિયા વાઘોડિયા તાલુકાના જરોદ સહિત પંથકમાં ‌ ગૌરીવ્રત નો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસ થી જ કુંવારી કન્યાઓ વહેલી સવારે અવનવા રંગબેરંગી નવા વસ્ત્રો ધારણ કરી ગામના શિવાલયોમાં ભગવાન આશુતોષ પૂજા અર્ચના કરવા માટે હાથ માં પૂજા ની થાળી સાથે પહોંચી ભગવાન ભોળાનાથ ની સેવા પૂજા કરવામાં તલ્લીન બનેલી કુંવારી કન્યાઓ જોવા મળે છે. જેમ જેમ ગૌરીવ્રત ના તહેવારો નજીક આવે ત્યારે કુંવારી કન્યાઓ વ્રત ની ઉજવણી કરવામાં ધણો જ ઉત્સાહ આનંદ ‌જોવા મળે છે. પોતાના ઘરે નાની બાળાઓ જવારા વાવીને તેની પૂજા અર્ચના કરતા નજરે પડે છે.…

Read More

એલ. આઈ. સી. દ્વારા મૃત્યુ દાવા વિમાની રકમ ચુકવી

હિન્દ ન્યુઝ,  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા ગોજીયા ભિમસીભાઈ વીકમસીભાઈનું તારીખ 10/05/2021 ના રોજ 43 વર્ષની ઉંમરે કેન્સર ની બીમારીના કારણે અવસાન પામેલા તેમના પત્ની હિરીબેન ભીમસીભાઈ ગોજિયાને એલ. આઈ. સી. એજન્ટ રમેશભાઈ એલ. બાથીયા દ્વારા ઝડપી મૃત્યુ દાવા કાર્યવાહી કરી. ફકત ત્રણ દિવસ માં તેમના વારસદારો ને રૂ. 522720/- અંકે પાંચ લાખ બાવીશ હજાર સાતશો વીસ રકમ ની ચુકવણીની ઝડપી કાર્યવાહી કરવા બદલ બાંકોડી ગામનાં સરપંચ તથા ઉપ સરપંચ તેમજ વિકમશિભાઈ નાથાભાઈ ગોજીયા તથા તેમના પરિવાર દ્વારા એલ. આઈ. સી. ખંભાળિયા બ્રાન્ચના મેનેજર રૂપારેલિયા વિકાસ અધિકારી…

Read More

ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧

હિન્દ ન્યુઝ, ઉત્તરસંડા     ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૨-૦૮-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જેથી પ્રવેશ વાંચ્છુ ઉમેદવારોએ સંસ્થાનો સંપર્ક કરી વહેલી તકે પ્રવેશ ફોર્મ ભરવું. શનિવાર-રવિવાર રજાના દિવસે પણ સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રહેશે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ રસ્તાના કામ માટે રૂ.૨ કરોડ મંજુર કરાયા

હિન્દ ન્યુઝ, નડિયાદ  નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્રારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહેમદાવાદ તાલુકા માટે રૂ.૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નાયબ નીતિન પટેલ દ્રારા વાંઠવાળી નગારીયા વરસોલા રોડ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો નાણાકીય ખર્ચ લોકહિત માટે થાય તે તરફ રાજ્ય સરકાર સંપુર્ણપણે કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ખેડા જિલ્લાના પ્રભારીમંત્રી હોવાથી સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લાને પણ એટલું જ મહત્વ આપીને જનહિતના વિકાસકાર્યને આગળ ધપાવી રહ્યા છે. રસ્તાઓ, પાણી, પુલ અને આરોગ્ય વિષયક જેવી પ્રાથમિક સેવાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફળવાઇ…

Read More

ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવામાં આવશે

હિન્દ ન્યુઝ, નડિયાદ  ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવા ઉપરાંત લાંબાગાળાના કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે પણ બસ સેવા આપે છે. નિગમ દ્રારા બસ સેવાનો વ્યાપ વધારવા અને સંસ્થાઓ-નાગરિકોની જરૂરીયાતો અને માંગણીને ધ્યાને લઇ સામાજીક સંસ્થાઓ, ઔધોગિક એકમો, અન્ય સંસ્થાઓ વગેરે પોતાના સ્ટાફને લાવવા લઇ જવા સારૂ નિગમની બસોના લાંબાગાળાના કરાર કરવા રસ ધરાવનારને સુવિધા આપવામાં આવનાર છે. રસ ધરાવનારે પોતાની જરૂરીયાત અનુસાર લાંબાગાળાના વાર્ષિક કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુક સંસ્થાઓ કે વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.નડિયાદ વિભાગીય કચેરી,…

Read More

સરકારી આઇ.ટી.આઇ,માતરમાં હાલ ઓનલાઇન એડમીશન

હિન્દ ન્યુઝ, નડિયાદ      ખેડા જીલ્લામાં માતર તાલુકાના સોખડા ગામે આવેલ સરકારી આઇ.ટી.આઇ, માતરમાં હાલ ઓનલાઇન એડમીશન ઓગસ્ટ ૨૦૨૧ના ફોર્મ ભરવાની તા.૦૨/૦૮/૨૦૨૧ તેમજ રજીસ્ટ્રેશન કરવાની તા.૦૩/૦૮/૨૦૨૧ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થાના કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. સંસ્થા જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવેલ છે. સંસ્થામાં ચાલતા NCVT ટ્રેડ – ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ, ફીટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન , વેલ્ડર, મિકેનિક ડીઝલ, કોપા, સુઇંગ ટેક્નોલોજી તથા GCVT ટ્રેડ – પ્લમ્બર ટ્રેડમાં એડમીશન મેળવી શકાશે. રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષના નિમિત્તે કાર્યક્રમો કરાશે : ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, નડિયાદ  રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને રાજયના નાગરિકોને આ યોજનાઓનો લાભ થયો છે. રાજયને મુખ્ય મંત્રી રૂપાણીનું નેતૃત્વ મળ્યે આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થશે તેના નિમિત્તે “પાંચ વર્ષ આપણી સરકારના- સૌના સાથ, સૌના વિકાસના અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ થકી જનભાગીદારી દ્વારા લોકોને જોડીને સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ…

Read More

ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરી શકશે

હિન્દ ન્યુઝ, પલાણા      ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણા ખાતે ઓગષ્ટ-૨૦૨૧થી શરૂ થનાર પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ http://itiamission.gujarat.gov.in વેબસાઇટપર ફોર્મ ભરવાની તારીખ લંબાવી છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧ રાખવામાં આવેલ છે. પ્રવેશફોર્મનું રજીસ્ટ્રેશન તેમજ સ્વિકારવાની છેલ્લી તારીખ ૦૩-૦૮-૨૦૨૧ સુધી કામગીરી ચાલુ હોઇ પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઔધોગિક તાલીમ સંસ્થા પલાણાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ફી પેટે રૂ.૫૦ આપીને રજીસ્ટ્રેશનની પહોંચ મેળવી લેવાની રહેશે. ઓનલાઇન મેરીટ અને કોલલેટર પ્રસિધ્ધ કરવાની તા.૦૭-૦૮-૨૦૨૧ છે તેમ ઔઘોગિક તાલીમ સંસ્થા પલાણાની અખબારયાદીમાં જણાવવામાં આવેલ છે. રિપોર્ટર :…

Read More

મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે ત્રિલોકવન- મિયાવાકી પધ્ધતિ દ્વારા ઘનિષ્‍ઠ વનીકરણ

હિન્દ ન્યુઝ, નડિયાદ     મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્‍થાને ત્રિલોકવન-મિયાવકી પધ્ધતિ દ્વારા ઘનિષ્ઠ વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, વનીકરણ અંગેની નવચેતનાનો શુભારંભ નવચેતન ગામેથી થઇ રહયો છે. જેનો તેઓને આનંદ વ્‍યકત કરતાં જણાવ્‍યું કે, આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે જેથી ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ ઘનિષ્‍ઠ વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે.…

Read More