પંચનાથ મહાદેવ આશ્રમ ચોટીલા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ સાદગી થી ઉજવાયો

હિન્દ ન્યુઝ, ચોટીલા         ગુરુપૂર્ણિમા માં ના દિવસે અનેક જગ્યાએ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. જયારે ચોટીલા ના પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે  સાદગી થી ઉજવણી કરાઈ. જેમાં ગુરુ શ્રી રામચંદ્રદાસ મહારાજ ના  દર્શને ભક્તો આવ્યા ગુરુપૂર્ણિમા નિમિતે ઝાલાવાડ ની વાત ના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા વિધિવત પૂજન વિધિ કરી ફુલાહાર ચડાવી ગુરુજીને નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોના મહામારી ના લીધે માર્યાદિત મહેમાનો આવેલ જે કોરોના ગાઇડલાઇન મુજબ  હાજરી આપી હતી. જયારે ચોટીલા પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે ચોટીલા ના ગુરુભક્તો દ્વારા  પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…

Read More

રાજ્ય સરકારની સંવેદનશીલતાને લીધે ‘ધૈર્ય’ હવે ધીરે-ધીરે સાંભળતો અને બોલતો થશે- ધૈર્યના પિતા શૈલેષભાઈ પંડ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર  કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટેનો રૂ. ૧૨ લાખનો ખર્ચ સાંભળીને અમારી તો હિંમત અને ‘ધૈર્ય’ બન્ને તૂટી ગયાં હતાં. પરંતુ રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે આજે ધૈર્યનું સફળતાપૂર્વક ઓપરેશન થયું છે અને આગામી સમયમાં તે બોલતો થઈ જશે તેવો વિશ્વાસ ધૈર્યના પિતા શૈલેષભાઈ પંડ્યા વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈ પંડ્યાએ જણાવ્યું કે, તેમનો ધૈર્ય નાનપણથી જ સાંભળવાની ક્ષમતા ધરાવતો ન હતો. તેની સારવાર માટે અમે ઘણી બધી જગ્યાએ બતાવ્યું પરંતુ તેની કોઇ સારવાર સફળ થઈ નહીં. આ રોગની સારવાર માટે ઓપરેશન એ એકમાત્ર ઇલાજ હતો અને આ ઓપરેશનનો ખર્ચ રૂ.…

Read More

ભાવનગરમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીની આજથી મંત્રી સુ. વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે આંખ, કાન અને ગળાના વિભાગ ખાતે નવા મુકાયેલાં સાધનો અને ઉપકરણો બાદ પ્રથમ વખત કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત આજથી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં હતાં. મંત્રીશ્રીએ જે બાળકોના ઓપરેશન થવાના છે તેવાં બાળકોને સ્નેહપૂર્વક તેડીને તેમના પ્રત્યે પોતાનું વ્હાલ પણ વરસાવ્યું હતું. આ રીતે પોતે બાળકોને કેટલો પ્રેમ કરે છે તેની પ્રતીતિ કરાવી હતી. મંત્રીનો આવો સ્નેહ જોઈને બાળકોના વાલીઓ પણ ગદગદિત થઈ ગયાં હતાં.…

Read More

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ કલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન 

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જેવો આગવું સ્થાન ધરાવે છે. પરસોતમભાઈ કછેટીયા સંસ્થામાં પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારી તરીકે ફરજ બજાવે છે. એવા દ્વારકા – દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિકના ડાયરેકટર (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે સન્માન પત્ર, પ્રમાણપત્ર સહ પારિતોષિક એવોર્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું તથા સસ્થાંની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા 

Read More