જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, અરવલ્લી અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઇ. બેઠકમાં બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ દ્વારા માલપુર-બાયડમાં બંધ થયેલા એસ.ટી.ના રૂટ પુનઃ કાર્યરત, તાલુકામાં જ્યોતિ ગ્રામ યોજનાથી વંચિત ગામોમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવા તથા પુરવઠા નિગમના ગોડાઉન તાલુકા કક્ષાએ ચાલુ કરવા અંગેના પ્રશ્નો રજુ કર્યા હતા જેને કલેક્ટરએ તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણે પ્રશ્ન રજુ કર્યા હતા. બેઠકના બીજા ભાગમાં લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવી સમય…

Read More

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનોખા ચાહક પાલીતાણાના રણછોડભાઈ મારુંને લાગ્યો છે “ઝવેરચંદ મેઘાણીનો રંગ”

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને ‘રાષ્ટ્રીય શાયર’ એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ….હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ..” ને પાલીતાણાના રણછોડભાઇ મારુંએ જરા જુદી રીતે આત્મસાત કર્યો છે..તેઓ કહે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ…” જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં રહેતાં રણછોડભાઈ મારું નામના એક વ્યક્તિને જાણે ઝવેરચંદ મેઘાણીનો રંગ લાગ્યો હોય તેમ છેલ્લાં બે દાયકાથી મેઘાણી મંદિર બનાવીને તેમના જેવો જ અદ્દલ પોશાક સાથે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યાં છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના તેવો અનોખા ચાહક છે. મેઘાણી…

Read More

ભાવનગરના કાળુભાઈ જાંબુચાએ પોતાના જન્મદિવસે ૧ હજાર વિધવા બહેનોને સાડીનું વિતરણ કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં લોકો પોતાનો જન્મદિવસ અલગ-અલગ રીતે અને પોતાને તથા પોતાના પરિવારને આનંદ આવે તે રીતે વૈયક્તિક રીતે ઉજવતાં હોય છે.પરંતુ સમાજમાં કેટલાક એવાં લોકો પણ હોય છે જેઓને બીજાના આનંદમાં પોતાનો આનંદ દેખાય છે. અન્યોના આનંદમાં તેઓ પોતાનો આનંદ શોધે છે. પારકાની પીડા પોતાની હોય તેમ સમજીને તેઓ પરપીડાને દૂર કરવાં માટે બનતા અથાગ પ્રયત્નો કરતાં હોય છે. આવાં જ એક સદાવ્રતી અને સેવાભાવી વ્યક્તિ છે ભાવનગરના કાળુભાઈ જાંબુચા. આમ, તો તેઓ કોળી સેના, ભાવનગરના શહેર પ્રમુખ છે અને તેના સાથે તેઓ સમાજ ઉત્થાનના અનેક કાર્યોમાં તન-મન-ધનથી…

Read More

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવાં મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૫ મી જન્મજયંતિ છે. દાયકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે.પાળિયાને બેઠાં કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર -ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે. મેઘાણીજી ઇ.સ.૧૯૧૨ થી ૧૯૧૬ દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યાં હતાઅને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ…

Read More

પ્રારંભિક નગર રચના યોજના નં .૭ ( અધેવાડા ),ભાવનગર અંગેના આયોજન અંગેની વિગતો જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ – પર ની પેટા કલમ- (૧) ની જોગવાઈ પ્રમાણે તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો -૧૯૭૯ ના નિયમ -૨૬ ના પેટા નિયમ- (૯) અનુસાર નગર રચના અધિકારી તરીકેના પ્રારંભિક નગર રચના યોજના નં .૭ ( અધેવાડા ) ભાવનગર અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ – પર ની પેટા કલમ- (૨) તેમજ કલમ -૬૮ ની જોગવાઇઓ અનુસાર સદર પ્રારંભિક યોજના સરકારમાં મંજુરી અર્થે સાદર કરવામાં આવી…

Read More

કુદરતી જળાશયોને રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફ નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ મુકત રાખવા જાહેર જનતાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપીલ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લામાં નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખવા આ વર્ષે જાહેર જનતાએ ધ્યાને લેવાની બાબતોમાં નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણ મુકત રાખવા જાહેર જનતાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જન કરી શકાશે નહીં. પાણીમાં આસાનીથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ કુદરતી જળાશયોમાં વિસર્જિત કરી શકાશે. પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂતિઓના વિસર્જનમાં પડતી મુશકેલીઓને ધ્યાને લેતા ગણેશ ઉત્સવ મંડળોએ ભાવનગર અને કુદરતી જળાશયોને પ્રદૂષણથી…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં કોરના સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર સજ્જ છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા/તાલુકા મથકે આવેલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રના બેડમાં વધારો તેમજ ઓક્સજન પ્લાન્ટ સહિતની સુવિધા લોકો માટે કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના મેડીકલ અને પેરામેડીકલ ૧૪૩૯ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાની કુલ વસ્તી ૧૨,૭૯,૨૮૧ છે. ૬ તાલુકાઓ આવેલા છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૦૦ બેડનો વધારો કરી કુલ ૩૦૦ બેડ, સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ઉના ખાતે ૧૦૦ બેડ, ૭ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૨૦ બેડ, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૪૫ બેડ,…

Read More

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મ જયંતિ નિમિત્તે સોમનાથ ખાતે કસુંબીનો રંગ કાર્યક્રમની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મ જયંતિની ઉજવણી આવતીકાલે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ કરવામાં આવશે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમમાં પ્રવાસન મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવનની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે. તેમજ શ્રી મેઘાણીના પુસ્તોકોનું ગ્રંથાલયોને વિતરણ અને શ્રી મેઘાણી રચિત ગીતો, કાવ્યો કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઇણાજ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ…

Read More

થરાદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા આવેદન પત્ર આપવામા આવ્યુ

હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકા મા અત્યારે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે જ્યારે અત્યારના સમયમાં વરસાદ માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગૌ શાળાના સંચાલકોને અત્યારે ગૌશાળા ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અત્યારે આવી વિકટ પરિસ્થિતિના સમયમાં જયારે એક બાજુ કોરોના અને બીજી બાજુ વરસાદ ના આવતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતા લોકોને ત્યારે પોતાનું જીવન નિર્વાહ ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. તેવા સમયમાં ગૌશાળા સંચાલકો ને ગૌ શાળા ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે ત્યારે થરાદ તાલુકા ની બધી જ ગૌ શાળાના સંચાલકોએ ભેગા…

Read More

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નં ૨ માં ચેમ્બરો સાફ કરી વેક્યુમ મશીનથી પાણી ખેંચાવી સાફ સફાઈ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નં ૨ નાં નગરસેવક ફારુક ભાઈ કાલવાત, સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ તેમજ આમદભાઈ હારૂનભાઈ દ્વારા પ્રભાસ પાટણ સાહીન કોલોની સાબરિ મસ્જીદ પાસે ચાર ચોક હોવાથી વરસાદનું પાણી ભરાયેલું રહેતું અને લોકોને અવર જવર માં ઘણી મુશ્કેલી પડતી હતી ત્યારે આજ રોજ ઉપરોકત સેવાભાવી લોકોના સાથ અને સહકારથી ચેમ્બરો સાફ કરી વેક્યુમ મશીનથી પાણી ખેંચાવી સાફ સફાઈ કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો એ આ તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Read More