હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ જન્મ જયંતિની ઉજવણી આવતીકાલે તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ કરવામાં આવશે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમમાં પ્રવાસન મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૨૮ ઓગષ્ટ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવનની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે. તેમજ શ્રી મેઘાણીના પુસ્તોકોનું ગ્રંથાલયોને વિતરણ અને શ્રી મેઘાણી રચિત ગીતો, કાવ્યો કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઇણાજ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ કાર્યક્રમમાં કોવીડ ગાઇડલાઇન મુજબ બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવા અંગે સંબધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ડોડીયા, યુવા પ્રાંત અધિકારી મકવાણા, સંસ્કૃત યુનિ.ના નરેન્દ્રભાઇ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.