હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર સજ્જ છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા/તાલુકા મથકે આવેલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રના બેડમાં વધારો તેમજ ઓક્સજન પ્લાન્ટ સહિતની સુવિધા લોકો માટે કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના મેડીકલ અને પેરામેડીકલ ૧૪૩૯ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
જિલ્લાની કુલ વસ્તી ૧૨,૭૯,૨૮૧ છે. ૬ તાલુકાઓ આવેલા છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૦૦ બેડનો વધારો કરી કુલ ૩૦૦ બેડ, સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ઉના ખાતે ૧૦૦ બેડ, ૭ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૨૦ બેડ, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૪૫ બેડ, ૪ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ૨૦ બેડ, ૩૩ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ૭૬૬ બેડ અને બાળકો માટે સરકારી/પ્રાઇવેટ ૯૪ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જિલ્લામાં ૧૬ પીએસએ ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. ઉપરાંત ઓક્સીજન કન્સેન્ટર ૧૦૮, ઓક્સીજન સીલીન્ડર મોટા ૩૫૦, ઓક્સીજન સીલીન્ડર નાના ૭૦, વેન્ટીલેટર સરકારી હોસ્પિટલ ખાતે ૫૦ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ૨૯ ની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાની યાદીમાં જણાવાયું છે.