કુદરતી જળાશયોને રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફ નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ મુકત રાખવા જાહેર જનતાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપીલ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જીલ્લામાં નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને પ્રદૂષણ મુક્ત રાખવા આ વર્ષે જાહેર જનતાએ ધ્યાને લેવાની બાબતોમાં નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ દરમિયાન પ્રદૂષણ મુકત રાખવા જાહેર જનતાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

જેમાં પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂર્તિઓને કુદરતી જળાશયોમાં વિસર્જન કરી શકાશે નહીં. પાણીમાં આસાનીથી ઓગળી જાય તેવી માટીની ઇકો ફેન્ડલી મૂર્તિઓ જ કુદરતી જળાશયોમાં વિસર્જિત કરી શકાશે. પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવેલ મૂતિઓના વિસર્જનમાં પડતી મુશકેલીઓને ધ્યાને લેતા ગણેશ ઉત્સવ મંડળોએ ભાવનગર અને કુદરતી જળાશયોને પ્રદૂષણથી બચાવવા આવી મૂર્તિઓની સ્થાપના ટાળવી જોઇએ.

ગણેશ ઉત્સવ મંડળોએ “શ્રધ્ધા રાખીએ મોટી, મૂર્તિ રાખીએ નાની” ના સૂત્રને અનુસરીને નાની સાઇઝની ઇકો ફેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવી જોઇએ. મૂર્તિઓના રંગોમાં કેમિકલ્સનો ઉપયોગ ટાળી કુદરતી રંગો, મટીરીયલ્સનો આગ્રહ રાખવો જોઇએ. માળા, કપડાં, થર્મોકોલ જેવી સાજ સજાવટ સાથે મૂર્તિઓનું વિસર્જન ન કરીએ. શ્રધ્ધાળુઓ આ વાત યાદ રાખો જો પર્યાવરણને આપણે માન ન આપીએ તો આપણે ભગવાનને ક્યારેય માન ન આપી શકીએ.

નદી, નાળા, દરિયા જેવા કુદરતી જળાશયોને રાખીએ સાફ તો વિઘ્નહર્તા કરે માફ. આવો આ ગણેશોત્સવની પર્યાવરણને અનુરૂપ ઇકો ફ્રેન્ડલી ઉજવણીનો સંકલ્પ કરીએ જેથી સૃષ્ટિ પરની જીવ સૃષ્ટિ તો ખરી પણ ખુદ ભગવાને પણ ખુશ થઇ જાય. વિસર્જન સ્થળ ઉપર કોઇ જાતની સામગ્રીને ન બાળીએ. સરકારની પ્રવર્તમાન કોવીડ -૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરીએ.

ભાવનગર જીલ્લાની જાહેર જનતાને પર્યાવરણને નુકશાન ન થાય અને ગણેશ તહેવારને ઇકો ફેન્ડલી ઉજવણીનો સંકલ્પ કરવાનો સૌને સહકારની અપેક્ષાએ અપીલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા કરવામાં આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment