હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ – પર ની પેટા કલમ- (૧) ની જોગવાઈ પ્રમાણે તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો -૧૯૭૯ ના નિયમ -૨૬ ના પેટા નિયમ- (૯) અનુસાર નગર રચના અધિકારી તરીકેના પ્રારંભિક નગર રચના યોજના નં .૭ ( અધેવાડા ) ભાવનગર અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ – પર ની પેટા કલમ- (૨) તેમજ કલમ -૬૮ ની જોગવાઇઓ અનુસાર સદર પ્રારંભિક યોજના સરકારમાં મંજુરી અર્થે સાદર કરવામાં આવી રહેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ ની કલમ-પર ની પેટા કલમ- (૧) તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો -૧૯૭૯ ના નિયમ -૨૬ ના પેટા નિયમ- (૯) ની જોગવાઇ અનુસાર નગર રચના અધિકારી તરીકે જે તે પ્લોટ માટે લીધેલ મારા નિર્ણયોના ઉતારા ફોર્મ “જે” ની નકલ આ યોજનામાં સમાવિષ્ટ સંબંધિત જમીન માલિકો/હિત સંબંધ ધરાવતી વ્યકિતઓને મોકલવામાં આવી રહેલ છે. તૈયાર કરવામાં આવેલ ઉપરોકત પ્રારંભિક યોજનાની તમામ માહિતી, નિર્ણયો અને નકશાઓની એક નકલ નગર રચના અધિકારીની કચેરીમાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન નિરીક્ષણ માટે ખુલ્લા રાખવામાં આવેલ છે તેમજ તે સમજાવવાની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા નગર નિયોજક દ્વારા જણાવાયું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી