ગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગૃપપંચાયતની ઓચિંતી મુલાકાત કરતા ગાંધીનગર કલેકટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    આજરોજ ગાંધીનગર કલેકટર મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર તાલુકાના કરાઈ–લીંબડીયા ગૃપપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન ગૃપપંચાયત કચેરીની સંપૂર્ણ દફ્તર તપાસણી કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

તપાસણી દરમ્યાન કલેકટર દ્વારા નાગરિક સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા તેમજ વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Related posts

Leave a Comment