ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા કરાઈ–લીંબડીયા ગૃપપંચાયત ખાતે સંપૂર્ણ દફ્તર તપાસણી દરમિયાન ગામના ગૌચર સર્વે નં. ૧૬૯ની જમીનની સ્થળ મુલાકાતે પહોંચ્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    આજરોજ ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા કરાઈ–લીંબડીયા ગૃપપંચાયત ખાતે સંપૂર્ણ દફ્તર તપાસણી દરમિયાન ગામના ગૌચર સર્વે નં. ૧૬૯ની જમીનની સ્થળ મુલાકાત લેવામાં આવી. આ તકે બિનજરૂરી ઝાડી-ઝાંખરા દૂર કરી ગામના પશુઓને પૂરતું ચારણ અને છાંયો મળી રહે તે માટે ચારા તરીકે પણ ઉપયોગી એવા વૃક્ષારોપણ સાથે સઘન વનીકરણ કરવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

સાથે જ, બિનઉપયોગી કે પશુઓ માટે હાનિકારક વૃક્ષો ટાળવા અંગે પણ વિશેષ અનુરોધ કરવામાં આવ્યો, જેથી પશુધન કલ્યાણ સાથે પર્યાવરણ સંરક્ષણ સુનિશ્ચિત થઈ શકે.

Related posts

Leave a Comment