૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ ભાવનગર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનાં ઉપલક્ષ્યમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ‘અટલ ઓડિટોરિયમ’ ખાતે દેશભક્તિના ગીતોનો રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત પર્વની પૂર્વે સંધ્યાએ દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલે જેવા અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહેલું છે. તેમણે કહ્યું કે, એક અને અખંડ ભારતનાં નિર્માણમાં અનેક ભારતીયોએ પોતાનાં પ્રાણોનું બલિદાન આપ્યું છે. આજે પણ સરહદ પર અનેક જવાનો મા-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર…

Read More

ડભોઇ- દર્ભાવતિ નગરીની પરણિત મહિલાઓ દ્વારા શીતળા સાતમની પૂજા અર્ચના કરી ઉજવણી

હિન્દ ન્યુઝ, ડભોઇ ૧૪ ઓગસ્ટને શ્રાવણ સુદ સાતમને શનિવારે શીતળા સાતમ હોવાથી ડભોઇ-દર્ભાવતિ નગરીમાં પરણીત મહિલાઓ દ્વારા ડભોઇ ખાતે આવેલ રામેશ્વર તળાવના કિનારે આવેલ રામેશ્વર મંદિર, નિલકંઠેશ્વર મંદિર, આદિત્યનાથ મહાદેવ, નિલકંઠેશ્વર ફળિયામાં, તેમજ સોની ફળિયામાં આવેલ બોલતા મહાદેવના મંદિરે શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી હતી.‌ મહિલાઓ શીતળા સાતમના દિવસે પોતાના નાના બાળકો લઇને માતાઓ શીતળામાના દર્શનાર્થે આવે છે.પરીણિત મહિલાઓ, આગલા દિવસે ખાદ્યખોરાક રાંધી સાતમના દિવસે એકટાણું કરે છે.કારણકે નાના બાળકોના સ્વાસ્થય સારુુંં રહે તે માટે પરિણીત મહિલાઓ દ્વારા શીતળામાંને શ્રીફળ, કુલેર, નેત્ર, ચુંદડી વગેરે ધરશે. શીતળામા આરોગ્ય અને સમૃદ્ધિ…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાના ૭૨ મા વન મહોત્સવની પાલીતાણા તાલુકાના ઘેટી ગામે ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો ૭૨મો વન મહોત્સવ પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય વન સંરક્ષક જૂનાગઢ વર્તુળ ડો.કે રમેશની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જ્યાં રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ૭૨માં વન મહોત્સવને ખુલ્લો મુકતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જૈવિક ઈંધણોનો વપરાશ ઘટાડી બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતોનો રાજ્યમાં વપરાશ વધે તે માટે કટિબદ્ધ છે. આ સંદર્ભે તેમણે કહ્યું કે, જૈવિક ઇંધણને કારણે ફેલાતાં પ્રદૂષણથી પર્યાવરણ પર માઠી અસર થાય છે. આ અસરનાં કારણે પૃથ્વીનાં તાપમાનમાં વૃધ્ધિ, વાવાઝોડા, જંગલોમાં આગ…

Read More

શનિવારે સાંજે ૦૫-૦૦ કલાકથી મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ૭૫ મા સ્વાતંત્ર્ય દિન ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. મહેસાણા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમનું રીહર્સલ કરાયું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક દ્વારા યુઆઇડીએઆઇના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ. ઈચ્છુક ઉમેદવારોઓ વેબપોર્ટલ અને એપ મારફતે ખાલી જગ્યા નોંધાવી તેને અનુરૂપ રોજગારી શોધી શકશે. મહેસાણા જિલ્લા કક્ષાના ૭૨ મો વન મહોત્સવની ઉજવણી શનિવારે તરભ ખાતે કરાશે.

Read More

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાકક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર સ્થિત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં યોગદાન આપેલ હોય તેવા કોરોના વોરીયર્સનું તેમજ પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે રાજય મંત્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

Read More

લોક દરબારના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા સાચા જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ નિર્વાહ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, જામનગર અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ લોક પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સૂચનાઓ આપી હતી અને લોકોના પ્રશ્નોને સહ્રદયી ભાવે સાંભળી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર…

Read More

૭૫ સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખંભાળીયા ખાતે કલેકટરના હસ્‍તે થશે ધ્‍વજ વંદન

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા સમગ્ર દેશની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા સ્‍થિત પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૧૫ મી ઓગષ્‍ટની ઉજવણી કરવામાં આવશે. આ સ્‍વાતંત્ર્ય દિને જિલ્‍લા કલેકટર એમ.એ. પંડયાના વરદ હસ્‍તે સવારે ૯-૦૦ કલાકે ધ્‍વજને સલામી અપાશે. કલેકટરના ઉદબોધન બાદ કોરોના વોરિયર્સનું સન્‍માન તેમજ મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ પર્વની ઉજવણી અન્‍વયે તા.૧૩ ઓગષ્‍ટના રોજ રીહર્સલ યોજાયું હતું. જેમા સબંધિત ખાતા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Read More

૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પુર્વ તૈયારીનું રિહર્સલ યોજાયું

હિન્દ ન્યૂઝ, ભુજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧ આઝાદીનાં ૭૫માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આર.આર.લાલન કોલેજ, ભુજ ખાતે યોજાશે .જે સંદર્ભે આજરોજ આર.આર.લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે પુર્વ તૈયારીનું રિહર્સલ યોજાયું હતું. આ તકે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે રાષ્ટ્રીય ધ્વજને સલામી અર્પી હતી તેમજ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના રિહર્સલમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક જિલ્લા કલેકટર કુલદીપ સિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ડીવાયએસપી જે. એન. પંચાલ, માર્ગ અને મકાન…

Read More

બોગસ કામ થતા અટકાવ્યું, કોન્ટ્રાકટર ને સીખ આપવામાં આવી, તંત્ર ની આંખ ખોલી

હિન્દ ન્યુઝ, દામનગર દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર ની સરાહનીય કામગીરી દામનગર નગરપાલિકા દ્વારા આર.સી.સી.રોડ નું અંદાજીત રકમ ૧૩ લાખ રૂપિયા નો આરસીસી રોડ મધરાતે દામનગર નગરપાલિકા ની બાજુમાં નવા એસટી બસ સ્ટોપ ની પાસે બનાવ્યો હતો. તેમાં અંદાજિત 65 ફૂટ RCC માં લોખંડ નાખ્યા વગર આરસીસી રોડનું કામ કરી દેવાયું હતું. તેની જાણ થોડાદિવસ પહેલા થતા દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટર અરવિંદભાઈ બોખા, ખીમજીભાઈ કસોટીયા, યાસીનભાઈ ચુડાસમા ને થતા આરસીસી રોડનું કામ અટકાવાયું હતું અને તેની જાણ દામનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પરમાર અને દામનગર નગરપાલિકાના પ્રમુખ પ્રિતેશભાઈ નારોલા ને…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર ના જન્મદિવસ યુવા ભાજપ દ્વારા ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ઉના આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કંસારી મુકામે તાલુકા યુવા ભાજપ દ્વારા કંસારી મુકામે આવેલ દિવ્યાંગ કેર ટ્રેનિંગ સેન્ટરમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમાર નો જન્મદિવસ મનાવવામાં આવ્યો. જેમાં વિવિધ જગ્યાએ વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું અને દિવ્યાંગ બાળકોને ફુટ પેકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી, પ્રકાશભાઈ ટાંક, યોગેશભાઈ બાંભણીયા કંસારી ગામના સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો હાજર રહ્યા હતા અને માનસિંહભાઇ ને જન્મદિવસની શુભેચ્છા સાથે આવનારા દિવસોમાં રાજકીય રીતે તેમજ સામાજિક રીતે…

Read More