ચોટીલા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વાતંત્ર દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા             ચોટીલા ખાતે 75મા સ્વતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રાંત અધિકારી આરબી અંગારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચોટીલા પોલીસ તેમજ ચોટીલાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, કોરોના વોરિયર્સનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગમાંથી સારી કામગીરી કરનારા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જે દાતાઓએ દાન કર્યું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંઢડા ગામના યુવકે જિલ્લા કક્ષાએ ૧૦૦મીટરની દોડમાં પ્રથમ આવતા તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક…

Read More

રાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન જેટલા નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, ગોધરા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણી કરાઇ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉમંગ-ઉત્સાહ સાથે નાગરિકો જોડાયા : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ  કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે  તાજેતરમાં જ ૨૦૦૦ નવા વેન્ટિલેટરની ખરીદી, ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી  રાજ્યમાં પોણા ચાર કરોડ લોકોએ વિનામૂલ્યે વેક્સિન લઇને સુરક્ષિત બન્યાં છે  રોજનાં ત્રણ લાખથી વધુ લોકોને વેક્સિન અપાઇ રહી છે  રાજ્ય સરકારે કરોડો રૂપીયાના અનાજની ખરીદી કરી ખેડૂતોના હિતને સવોચ્ચ પ્રાથમિકતા આપી …

Read More

૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ

હિન્દ ન્યુઝ, ઉત્તમથી સર્વોત્તમ થકી ગુજરાતે વિકાસના નવા સિમા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય મંત્રીની જાહેરાત : રાજ્યની ૫ર નગરપાલિકાઓને પીવાના પાણીના પ્રોજેક્ટ માટે રૂ.૭૮૦ કરોડ ફાળવાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં ગરીબોને ૫ લાખ ગેસ કનેક્શન અપાશે ખેડૂતોને ગોડાઉન બાંધવા રૂ. ૩૦ હજારની સહાયમાં વધારો કરી રૂ. ૫૦ હજાર ચુકવાશે જનહિતના કાર્યોમાં પ્રેરીત કરવા નગરપાલિકાઓને સ્ટાર રેન્ક અપાશે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વના સુપ્રભાતે જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢમાં મુખ્ય મંત્રીએ ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન…

Read More

જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ બનાવનાર લોકશક્તિ-સ્વાતંત્ર્ય વીરો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ચહુમુખી વિકાસ સાથે દેશ સમગ્ર વિશ્વમાં આગળ વધે અને તેના માટે ગુજરાત રોલ મોડલ પ્રસ્થાપિત કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરતા રાજ્યપાલ – સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ થકી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ બન્યુ છે : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સ્વરાજથી સુરાજ્ય તરફ આગળ વધવા સંકલ્પબદ્ધ બનીએ   દેશ માટે જીવવાના સંકલ્પ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ આરઝી હકૂમતના સ્વાતંત્ર્ય વીરોને બિરદાવીએ આ લડતને લીધે જૂનાગઢ ભારતમાં જોડાયુ.

Read More

જસદણમાં ધ્વજવંદન અને દેશભક્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ                 દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે જસદણ મોડર્ન સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ કાર્યક્રમને અનુરૂપ જસદણ શહેર અને તાલુકા પોલિશ દ્વારા પરેડ યોજેલ તેમજ કોરોના કાળમાં કોરોના યોદ્ધા તરીકે સેવા આપનાર સેવાકીય સંસ્થા,ડોકટર્સ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ ફોરેસ્ટ દ્વારા મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન તરીકે જસદણ મામલતદાર, પી.આઈ. રાણા, ચીફ ઓફિસર, રાજકોટ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, જિલ્લા…

Read More