ચોટીલા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વાતંત્ર દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા

            ચોટીલા ખાતે 75મા સ્વતંત્ર્ય દિવસ નિમિત્તે પ્રાંત અધિકારી આરબી અંગારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચોટીલા પોલીસ તેમજ ચોટીલાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, કોરોના વોરિયર્સનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્ય વિભાગમાંથી સારી કામગીરી કરનારા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં જે દાતાઓએ દાન કર્યું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુંઢડા ગામના યુવકે જિલ્લા કક્ષાએ ૧૦૦મીટરની દોડમાં પ્રથમ આવતા તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરનાર શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી આર.બી.અંગારી દ્વારા 15મી ઓગસ્ટનું મહત્ત્વ સમજાવતું સંબોધન કર્યું.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment