આજરોજ સિદ્ધપુર માં વૈદ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નુ અધતન સુવિધા થી સજજ નું સુભારંભ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સિધ્ધપુર સિદ્ધપુર શહેર માં દેથળી ચાર રસ્તા પાસે ક્રિષ્ના આર્કેડ કોમ્પ્લેક્સમા આજ રોજ વૈદ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ નું શુભારંભ કરવામાં આવ્યું. આ હોસ્પિટલ માં દરેક પ્રકાર ની સુવિધા થી સજજ જેવી કે આઇ.સી.યુ., વેન્ટિલેટર, ટ્રોમા સેન્ટર, મોડ્યુલર ઓપરેશન, ડિજિટલ એકસ- રે અને ડીલક્ષરૂમ સ્પે.રૂમ જનરલ રૂમ ની સુવિધા થી સજ્જ સિદ્ધપુર મા પહેલીવાર શુભારંભ કરવામાં આવ્યું. આ હોસ્પિટલ માં મેડિકલ, લેબોરેટરી અને 24 કલાક ની તાત્કાલિક સારવાર જેવી સુવિધાઓ થી સજ્જ રહેશે વધુમાં ડો.અમિત કે. વૈદ્ય (એમ. એસ.ઓર્થોપેડીક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જર) જણાવ્યું હતું કે આ હોસ્પિટલ માં દરેક…

Read More

ભાવનગર જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ અવસરે બહેનો તેમના ભાઈને રક્ષાસૂત્ર બાંધી તેમની પ્રગતિની મંગલ કામના કરે છે, તો ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે તેવો આ પવિત્ર તહેવાર છે. જેલની બહાર જે રીતે આ તહેવારની ઉજવણી થાય છે તે જ રીતે જેની અંદર રહેલા બંદીવાન ભાઈઓ પણ આ તહેવારનો હિસ્સો બને તેવા શુભ આશયથી ભાવનગર જેલની અંદર પણ રક્ષાબંધનની પવિત્ર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જેલમાં રહેલા બંધીવાનોની બહેનોએ જેલ પરિસરમાં જઈને જેલ વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી જોગવાઇઓને અનુસરીને તેમના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધ્યું હતું…

Read More

ભારતીય ફિલ્મ જગત-બોલિવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમનની મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડની યાત્રાનો આજે રાજપીપલા શહેરમાં પ્રવેશ સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત-આવકાર સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપન તરફ દોડની આગેકૂચ

હિન્દ ન્યુઝ, રાજપીપલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ફીટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમને મુંબઇના શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનુ ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં આગમન થયા બાદ આજે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ નાંદોદ તાલુકાના તરોપા ગામેથી આ એકતા દોડ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપનની દિશામા તેની આગેકૂચ જારી રાખી હતી. તદ્અનુસાર, મિલિંદ સોમનની આ રાષ્ટ્રીય એકતા દોડ આજે રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાથી પસાર થઇ…

Read More

થરાદ સોની એસોસિએશન ના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ સોની ની વરણી કરાઈ

હિન્દ ન્યુઝ, થરાદ સોની બજાર ના વેપારીઓ ની મીટિંગ મળી હતી. જેમાં બેઠક ની શરૂઆતમાં સોની બજાર ના અવસાન પામેલ બે સભ્યો રમેશભાઈ સોની અને અમરતલાલ સોની ને એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી પૂર્વ પ્રમુખ દ્વારા નવા પ્રમુખ નું નામ સૂચન કરવાનું કહેવામાં આવતા ત્યાં ઉપસ્થિત દરેક વેપારીઓ એ એક સાથે પ્રકાશભાઈ સોની નું નામ સૂચન કરતાં સર્વે સન્મતિ થી પ્રકાશભાઈ સોની જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે તેઓને સોની બજાર ના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ…

Read More

ગીર-સોમનાથ જિલ્લામા ફોટોવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન જોગ

ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં ફોટોવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠનકરવા અર્થે ગીર-સોમનાથ જિલ્લાના ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨-કોડીનાર(અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચુંટણી અધિકારીઓ તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી, ગીર-સોમનાથને પ્રાથમિક દરખાસ્ત મોકલી આપવામાં આવેલ હોય, રજુ થયેલ મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અન્વયે જિલ્લાના નિયત સ્થળોએ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. મતદાન મથક અંગેના વાંધા સલાહ, સુચનો તા. ૨૮-૦૮-૨૦૨૧ સુધી ધ્યાને લેવામાં આવશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Read More

વેરાવળ ખાતે આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા બહેનો માટે સાયક્લ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી, રાજેશભાઇ ડોડીયા, રેન્જ ફોરેસ્ટ અધિકારી રસીલાબેન વાઢેર, સરકારી બોયઝ સ્કુલના આચાર્ય સંજયભાઈ ડોડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશકુમાર મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી, વ્યાયામ શિક્ષકસંઘના ઉપપ્રમુખ અર્જુનભાઈ પરમાર ઉપસ્થિતિમાં લીલી જંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. આ રેલી શહેરના સરકારી બોયઝ સ્કુલ, વેરાવળ-ટાવર ચોક-રામભરોસા ચોક-પાટણ દરવાજા સુધી…

Read More

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની વાદન વાંસળી, તબલા અને હાર્મોનિયમ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘‘મોબાઇલ ટુ સ્પોર્ટ્સ’’ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ-૧૯)ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક, વ્હોટસ એપ, ઇન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ‘‘મોબાઇલ ટુ સ્પોર્ટ્સ’’ ની નવી યોજના મંજુર કરેલ છે. આ…

Read More

કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે ત્યજી દેવાયેલ નવજાત શીશુઓ માટે અનામી પારણું મુકવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મોડાસા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) નું અમલીકરણ વર્ષ ૨૦૧૧ થી રાજ્યમાં થઈ રહેલ છે. સદર યોજનાનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર, ત્યજાયેલ, મળી આવેલ બાળકોના સંસ્થાકીય પુન:સ્થાપનનો છે. જિલ્લામાં ત્યજાયેલા બાળકો કોઈ અવાવરૂ સ્થળ, ઝાડીમાં, કચરાપેટીમાં કેખાડા-ખાબોચીયામાં ત્યજી દેવામાં આવેલ હોય તેવા બાળકોને બચાવવા મુશ્કેલ થતા હોય છે. આવા ત્યજાયેલા બાળકોને વાલીવારસ દ્વારા નિરાધાર ત્યજી ન દેતા પારણામાં મુકવામાં આવે તો શારીરિક કે માનસિક કોઈપણ પ્રકારની ઈજા ન થાય અને આ બાળકોને પારણામાંથી લઈ વિશિષ્ટ દત્તક સંસ્થામાં દાખલ કરી નવજીવન આપી…

Read More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોકીલાબેન પંડ્યા વય નિવૃત્ત થતા ભાવભર્યો વિદાયમાન યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણામાં ફરજ બજાવતાં અને વય નિવૃત્ત થતાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોકીલાબેન પંડ્યાનો ભાવસભર વિદાયમાન ટાણા ખાતે યોજાયો હતો. કોકીલાબેન પંડ્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત સને- ૧૯૮૪ થી ફિમેલ હેલ્થ વર્કર,જાંબાળાથી શરૂ કરી હતી, ત્યારબાદ સને- ૧૯૮૬ માં દેવગાણા ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે જોડાયા હતાં. જ્યાં રસીકરણ, ડીલીવરી, કુટુંબ નિયોજનમાં સુંદર કામગીરી કરી સને-૨૦૦૬ માં પ્રમોશન મેળવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણામાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે નિયુક્ત થયાં હતાં. ઓગસ્ટ-૨૧ માં વયનિવૃત્ત થતાં તેમનો ભવ્ય ભાવભર્યો વિદાય કાર્યક્રમ ટાણા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો.…

Read More

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સોનગઢ ગુરુકુળની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન આજે સવારે સોનગઢ ગુરુકુળની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા સોનગઢ ખાતે આવેલા ગુરુકુળમાં અભ્યાસ કરી ચૂક્યા છે. મંત્રીએ પોતે જે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે ત્યાં ફરી વખત આવતાં પોતે ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે તેમ જણાવી કહ્યું કે, આ વિસ્તારના મારા જેવા અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં આ ગુરુકુળનું આગવું અને અનોખું પ્રદાન રહ્યું છે. તે સમયના સંસ્મરણો વાગોળતાં મંત્રી કહ્યું કે, એ જમાનામાં અભ્યાસક્રમ પૂરો કરવા માટે ગુરુકુળના શિક્ષકો વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ…

Read More