પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોકીલાબેન પંડ્યા વય નિવૃત્ત થતા ભાવભર્યો વિદાયમાન યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણામાં ફરજ બજાવતાં અને વય નિવૃત્ત થતાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોકીલાબેન પંડ્યાનો ભાવસભર વિદાયમાન ટાણા ખાતે યોજાયો હતો.

કોકીલાબેન પંડ્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત સને- ૧૯૮૪ થી ફિમેલ હેલ્થ વર્કર,જાંબાળાથી શરૂ કરી હતી, ત્યારબાદ સને- ૧૯૮૬ માં દેવગાણા ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે જોડાયા હતાં.

જ્યાં રસીકરણ, ડીલીવરી, કુટુંબ નિયોજનમાં સુંદર કામગીરી કરી સને-૨૦૦૬ માં પ્રમોશન મેળવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણામાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે નિયુક્ત થયાં હતાં.

ઓગસ્ટ-૨૧ માં વયનિવૃત્ત થતાં તેમનો ભવ્ય ભાવભર્યો વિદાય કાર્યક્રમ ટાણા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યો હતો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાણા અને મઢડાનો તમામ આરોગ્ય સ્ટાફ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય વિભાગ આશા ફેસી, તમામ આશા બહેનો, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝરએ હાજરી આપીને ભાવસભર વિદાયમાન આપ્યું હતું.

ડો.હિતેષ કુકડેજા દ્વારા બહેનના ફિલ્ડવર્કના વખાણ કર્યા હતા તો ડો.પરબતાણીએ ટીમ ઉભી કરવામાં બહેનની આવડતની પ્રશંસા કરી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,દડવાનાં મેડિકલ ઓફિસર ડો.સંજય બારૈયા દ્વારા બહેને જુના વખતમાં પ્રસૂતિની સેવાને બિરદાવી, ટાણાનાં મેડિકલ ઓફિસર ડો.દિગ્વીજયસિંહ ગોહિલે બહેનની સેવાને બિરદાવી હતી.

જિલ્લા સુપરવાઈઝર જીતેન્દ્રભાઈ ગજ્જરે જુના સમયમાં રસીકરણનાં અવરોધો વચ્ચે અગવડતા, અંધશ્રદ્ધામાં સફળ યશસ્વી કામગીરીનો ચિતાર આપ્યો હતો.

તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિતે તેમની ઉદારતા, પરોપકારવૃત્તિને બિરદાવી હતી. હસુમતીબેન ગોહિલ તેના સ્વભાવના વખાણ કર્યા હતા. નેસવડ ફિમેલ હેલ્થ વર્કર કામીનીબેન સરવૈયાએ નામી બહેનોની રક્ષાની વાત રજુ કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી દ્વારા તેમની કામની આવડત અને નિષ્ઠાને વખાણી હતી. ડો.મનાલીબેન બાધલીયાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. ઓપરેટર જગદીશભાઈએ પોતાની માં ની ખોટ બહેને પૂરી કરી તેમ જણાવ્યું હતું.

બ્યુરોચીફ : હકીમ ઝવેરી, ભાવનગર

Related posts

Leave a Comment