હિન્દ ન્યુઝ,
રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦, રોટરી ક્લબ ઓફ સેનોરસ અને બટુકભાઈ ખંઢેરીયા ટ્રસ્ટ તથા સેવા સંસ્થા ના સહયોગથી શ્રી એલ.જી.હરિયા શાળા ના ૪૦ માં વર્ષની ઉજવણી નિમિત્તે ત્રીજો નિ:શુલ્ક HPV રસી કેમ્પ (સર્વિકલ કેન્સર) નું આયોજન કરવામાં આવ્યું. હરિયા સ્કૂલ ધોરણ સાત ની ૧૦ થી ૧૫ વર્ષની ૪૦ દીકરીઓ ને આ રસી આપવામાં આવી. એક રસી નાં ડોઝ ની કિંમત રૂ, ૨૬૦૦ થાય છે એવા ૨ ડોઝ લેવાનાં હોય છે. આ રસી તમામ દીકરીઓને વિનામૂલ્યે આપવામાં આવેલ જેનો લગભગ ૨૦૮૦૦૦/ ખર્ચ લાગે છે. આ સાથે ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન રમણીકભાઈ શાહ, ટ્રસ્ટી ડૉ. ભરતેશ શાહ, સેક્રેટરી ચંદુભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો. તેમજ દાતા તરફથી પ્રતિનિધિ દીપકભાઈ શાહ, મયુરભાઈ શાહ, સેનોરાસ ટીમ તરફથી રો.ડૉ. પ્રવીણા સંતવાણી, ડો.ફોરમ, પ્રોજેક્ટ ચેર રો.ડો.કલ્પનાબેન, કો-ચેર રો.મિનાક્ષીબેન શાહ, પ્રમુખ રો.જયા ચવાણ અને સેક્રેટરી પ્રાચીએ આ પ્રોજેક્ટ સફળ બનાવવામાં સહયોગ કરેલ.