રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર ૧૫ જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” ૨૦૨૧ થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, રાજપીપલા છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત “રેવાના મોતી” એવોર્ડ-૨૦૨૧ સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડીવસાવા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, જિલ્લાના અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ છગનભાઇ વણકરની ઉપસ્થિતિમા દ્વિતીય” રેવાના મોતી” એવોર્ડ- ૨૦૨૧ સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા…

Read More

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મંત્રી પાલીતાણાનાં ઘેટી ગામ અને મેયર બોરતળાવ ખાતે વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરશે. આવતીકાલે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને શ્રીમતી પી.એમ.પટેલ હાઇસ્કૂલ, ઘેટી તા.પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનાં ૭૨માં વન મહોત્સવની સવારે ૯:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક જુનાગઢ વર્તુળ ડો. કે.રમેશ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નાયબ વન સંરક્ષક સામાજીક વનિકરણ બોટાદના ડો.સંદિપકુમાર સહિત જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ભાવનગરને હરિયાળું બનાવવા ઘેટી ગામ અને…

Read More

ભાવનગર શહેરનો સ્વાતંત્ર્ય દિવસ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર શહેરમાં પણ આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમની ઉજવણી શહેરનાં પ્રથમ નાગરીક મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મેયર આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં, મહિલા કોલેજ સર્કલ ખાતે યોજવામાં આવશે. આ ઉજવણીમાં નગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહેશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

જિલ્લા કક્ષાના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૫ મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભાવનગર જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રીના મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રી આ અવસરે રાષ્ટ્રધ્વજને લહેરાવીને સલામી આપશે. આ અંગેનો કાર્યક્રમ રવિવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એસ.પી.કચેરી, નવાપરા ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. આ સાથે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. ગણવેશ ધારી પોલીસ…

Read More

અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર  અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા. કોલી /કોરી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ રસીકભાઈ રાઠોડ , ગીતાનગર અકવાડા યુવા પ્રમુખ, મુનાભાઇ સોલંકી, સુરેશભાઈ રાઠોડ, બારૈયા તુષારભાઇ બટુકભાઈ તેમજ કોળી સમાજ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમાં યુવા સેના ભાવનગર જિલ્લા પ્રમુખ જાડેજા દિવ્યરાજસિંહ (ખીજદળ), યુવા સેના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ…

Read More

સિહોર અર્બન વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતીનાં ઉપાયો વિશે જાગૃતિ ફેલાવતું આરોગ્ય તંત્ર

હિન્દ ન્યુઝ, ભાવનગર સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતી હોય છે. આ મચ્છરોને કારણે મેલેરીયા જેવાં રોગમાં વૃધ્ધિ થાય છે. તેને અટકાવવાં માટે મચ્છરોનો ઉદભવ ન થાય કે થાય તો તેને અટકાવવા માટેના પગલાં કારગર સાબિત થઇ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ અગાઉ ભાવનગર જિલ્લામાં પોરાભક્ષક માછલી, ટાયરોમાં ભરાયેલાં પાણીને દૂર કરવું વગેરે પગલાઓ લેવામાં આવ્યાં હતાં. આ કડીમાં વૃધ્ધિ કરતાં ભાવનગર આરોગ્ય ટીમ દ્વારા જિલ્લામાં આ ઘરની સફાઇ જાળવવા જેવાં ઉપાયો વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની…

Read More

ભાવનગર જિલ્લાની સહકારી હાઉસીંગ સોસાયટીઓ સંબંધી ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ), સહકારી મંડળીઓ, ભાવનગર તરફથી જણાવ્યાં અનુસાર ભાવનગર જિલ્લાની શ્રી ઉર્મિ કો.ઓ.હા.સો.લી, શ્રી વિશાલ કો.ઓ.હા.સો.લી, શ્રી પરમાઆનંદ કો.ઓ.હા.સો.લી, શ્રી નેહરૂનગર કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવનગરપરા હરીજન કો.ઓ.હા.સો.લી, શ્રી મદિના કો.ઓ.હા.સો.લી, શ્રી ઇશ્વરકૃપા કો.ઓ.હા.સો.લી, શ્રી સિધ્ધિ કો.ઓ.હા.સો.લી, શ્રી ભાવેશ એપાર્ટમેન્ટ કો.ઓ.હા.સો.લી, શ્રી બળવંતરાય મહેતા કો.ઓ.હા.સો.લી, શ્રી અમરલાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ઓમકારેશ્વર કો.ઓ.હા.સો.લી, શ્રી કૃણાલ કો.ઓ.હા.સો.લી, શ્રી ગુલાબ કો.ઓ.હા.સો.લી અને શ્રી મંગલા કો.ઓ.હા.સો.લી સહકારી હાઉસીંગ સોસાયટીઓની ઓડીટ કામગીરી હાથ ધરી પુર્ણ કરવાં માટે પુરતાં પ્રયત્નો હાથ ધરવાં છતાં જે તે સંસ્થાનાં હોદેદારો દ્વારા ઓડીટની કામગીરી હાથ ધરવા માટે ઓડીટર સમક્ષ…

Read More