હિન્દ ન્યુઝ, ભાવનગર
મંત્રી પાલીતાણાનાં ઘેટી ગામ અને મેયર બોરતળાવ ખાતે વૃક્ષારોપણ કરી વન મહોત્સવની ઉજવણી કરશે. આવતીકાલે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને શ્રીમતી પી.એમ.પટેલ હાઇસ્કૂલ, ઘેટી તા.પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનાં ૭૨માં વન મહોત્સવની સવારે ૯:૦૦ કલાકે ઉજવણી કરવામાં આવશે.આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક જુનાગઢ વર્તુળ ડો. કે.રમેશ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નાયબ વન સંરક્ષક સામાજીક વનિકરણ બોટાદના ડો.સંદિપકુમાર સહિત જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે ભાવનગર શહેરનાં બોરતળાવ ખાતે મેયર શ્રીમતિ કિર્તીબાળા દાણીધારીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. ભાવનગરને હરિયાળું બનાવવા ઘેટી ગામ અને બોરતળાવ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણનાં જતનનો સંકલ્પ લેવામાં આવશે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી