વિરમગામના ભરવાડી દરવાજાથી રૈયાપુર ત્રણ રસ્તા સુધીનો રોડ નવો બનશે

હિન્દ ન્યુઝ, વિરમગામ વિરમગામ શહેરમાં પ્રવેશવાનો એક માત્ર મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળે છે. વિરમગામ ના રૈયાપુર ત્રણ રસ્તા થી ભરવાડી દરવાજા સુધીનો માર્ગ વર્ષોથી ઉબડ ખાબડ હોઈ રાહદારીઓ અને વાહન ચાલકો વર્ષોથી હાડમારી સહન કરી રહ્યા છે. ચોમાસામાં મસ મોટા ખાડાઓ પડી જવાથી પારાવાર મુશ્કેલી પડતી હોય પાછલા એક વર્ષથી વિરમગામ જન સંઘર્ષ સમિતિ તેમજ વિરમગામ વિકાસ સમિતિના સભ્યો તેમજ ધારાસભ્ય લખાભાઈ ભરવાડ અને વેપારીઓ સહિત સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ દ્વારા ખૂબ લાંબા સમયથી આ મુખ્ય માર્ગ નું નવીનીકરણ કરવા સતત રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ કોઈ…

Read More

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગેની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૧/૦૮/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા સીનીયર સીટીજન રમતોત્સવ ૨૦૨૧-૨૨માં ભાગ લઇ શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ચાલુ વર્ષે આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત સીનીયર સીટીજનોની સ્પર્ધા ૨૦૨૧-૨૨ અંતર્ગત સીનીયર સીટીજનોનું સ્વાસ્થય જળવાય રહે તે હેતુસર એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સીનીયર સીટીજનની સ્પર્ધાઓનું આયોજન ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે થનાર છે. જેથી ભાગ લેનાર તમામ સીનીયર સીટીજન ભાઈઓ-બહેનો સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જી-૨, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરની કચેરીએથી એન્ટ્રી ફોર્મ મેળવી બાહેંધરી પત્રક તથા રજીસ્ટર ડોક્ટરનું…

Read More

આદિજાતિ વિકાસ અને વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની મુલાકાત સ્થળ નિરીક્ષણ સહિત કરેલી જરૂરી સમીક્ષા

હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાતના આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ગઈકાલે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન બપોર બાદ “સ્ટેચ્યુ ઓફ યુનિટી” કેવડીયા કોલોની ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી આકાર પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” સાઈટની સ્થળ મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.

Read More

ખંભાળિયામાં હિન્દુ સેના નો સ્થાપના દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં જામ ખંભાળિયામાં ધર્મને કામ ને લઇ હિન્દુ સેના કાર્યરત હોય ત્યારે સંઘર્ષમય અને સંગઠન લક્ષી કાર્યો સાથે દેશના પડકારો સામે રાષ્ટ્રના પડકારો સામે લડવા માટે હંમેશા તત્પર રહેનારી અને જેમનું ઉદભવ જ પડકારથી એટલે કે ધર્મ ના કામ માટે લડી લેવા ની તૈયારી સાથે થઈ હોય તેવી હિન્દુ સેના ની 10 ઓગસ્ટ 2011 થી શરૂઆત થઇ હતી. જેમનો અગિયારમા સ્થાપના દિવસે જામ ખંભાળિયાના હિન્દુ સેના સૈનિકો નિલેશ શુક્લ, તપન શુક્લ, કિશન ગોહેલ, શક્તિ ગઢવી, રાહુલ નલ્લાવર, નિલેશ ઘેડિયા સહિતના સૈનિકોએ એકબીજાના મીઠા મોઢા…

Read More

સમસ્ત ગમારા પરિવાર તરફથી શાંતિ હવન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર સમસ્ત ગમારા પરિવાર કોરોના મુક્ત થાય તેમજ સમગ્ર દેશ પણ આ ભંયકર મહામારી નાં રોગથી મુક્ત થાય એ હેતુ થી શાંતિ હવન કરવામાં આવ્યું. જય શક્તિ મા, જય વાછરાડાડા, સુરાપુરા ડાડા, નાં આશીર્વાદ થી આ કાર્યક્રમ સફળ બન્યો. ભુવા મેરુભાઇ, ભુવા નાગજીભાઇ, ભુવા જીવાભાઇ, ગમારા પરિવાર અગ્રણી હેમંતભાઈ, કરણાભાઇ, વિરાભાઈ, વાછાભાઈ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગામનાં સંરપચ દિલીપભાઈ નાં સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં 60 જેટલા રોપાનું રોપણ કરવા આવ્યું. રિપોર્ટર : નાગજી પરમાર, જામનગર

Read More

રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત તા.૧૫ મી ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી કરાશે. નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે “આઝાદીકા અમૃત મહોત્સવ” થીમ આધારિત સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી રાજપીપલા મુખ્યમથક ખાતે કરાશે. આ દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલમાં યોજાનારા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જીલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન થશે, જેમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી, હોમગાર્ડઝ દળ, એન.સી.સી, સ્કાઉટ-ગાઈડ્સ વગેરે પ્લાટુનોની પરેડનું શાહ નિરીક્ષણ કરશે.

Read More

વિશ્વ સિંહ દિવસ-ર૦ર૧ – એશિયા ખંડની શાન સોરઠના સાવજ-સિંહના જતન-સંવર્ધન-જનજીવનમાં સ્વીકૃતિ અંગેની જાગરૂકતા કેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિશ્વ સિંહ દિવસે મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઉજવણીમાં સહભાગી થયા, રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ-રાજ્યમાં સિંહ વધીને ૬૭૪ થયા, એશિયાઇ સિંહના સંરક્ષણને અગ્રતા આપી પ્રધાનમંત્રીએ લાયન પ્રોજેકટની જાહેરાત કરેલી છે. ગુજરાત સરકારે સિંહોના આરોગ્ય સંરક્ષણ જતન માટે સાસણમાં અદ્યતન લાયન હોસ્પિટલ-લાયન એમ્બ્યુલન્સની સુવિધા આપી છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં ત્રણ જિન પૂલ શરૂ કર્યા. સાસણ ગીરમાં સ્ટેટ ઓફ ઘ આર્ટ હોસ્પિટલ અને ડીસીઝ ડાયગ્નોસ્ટીક રિસર્ચ સેન્ટરની સ્થાપના આવનારા દિવસોમાં કરવા નક્કી કરેલ છે.

Read More

શ્રાવણ માસમાં માંસ મટન ની હાટડીઓ બંધ કરાવવા આવેદન પત્ર પાઠવયુ

હિન્દ ન્યુઝ, થરાદ દર શ્રવણ માસ આવે ને આવેદન આપવા આવવું પડે શું ખરેખર યોગ્ય છે ? તંત્ર સંજાગ નથી ? બિન કાયદે સર ચાલી રહી છે માંસ મટન ની હાટડીઓ, કોની મહેરબાની ?? વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું શ્રાવણ માસમાં માંસ મટન ની હાટડીયો બંધ કરાવવા માટે વિશ્વ હિન્દૂ પરિસદ, બજરંગ દલ, જીવ દયા સંગઠન દ્વાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ માં પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસનો સોમવાર ના શુભ દિવસે પ્રારંભ થયો છે અને દેવોના દેવ મહાદેવ ના આ અતિ…

Read More

સહકારી મંડળીઓનાં સભાસદોના નાણાકીય હક્કો જળવાયા મંડળીનાં નફાના વિનિયોગ કરવા સારૂ વાર્ષિક સાધારણ સભાની બહાલી મેળવવાની શરતે સભાસદોને ડિવિડન્ડ આપી શકાશે

હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ–૧૯૬૧ ની કલમ-૬૬(૨) મુજબ સહકારી મંડળીઓ નફાનાં કોઇ ભાગનો વિનિયોગ વાર્ષિક સાધારણ સભાની મંજુરી સિવાય અને અધિનિયમ, નિયમો અને ઉપનિયમોને અનુરૂપ હોય તે સિવાય કરી શકતી નથી. આ જોગવાઇને કારણે સહકારી મંડળીઓ સાધારણ સભાની મંજુરી વિના તેના સભાસદોને ડિવિડન્ડ વહેંચી શકતી નથી, કે પછી રાજ્ય સહકારી સંઘને શૈક્ષણિક ફંડ પણ આપી શકતી નથી. કોવિડ–૧૯ ની પરસ્થિતિના કારણે લોકો જ્યારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા હોય ત્યારે સહકારી મંડળીઓના સભાસદોને તેમના નાણાંકીય હકો સમયસર મળે તે ખૂબ જ જરૂરી છે. જેથી તાજેતરમાં સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ…

Read More