ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા સીનીયર સીટીજન રમતોત્સવ ૨૦૨૧-૨૨માં ભાગ લઇ શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ચાલુ વર્ષે આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત સીનીયર સીટીજનોની સ્પર્ધા ૨૦૨૧-૨૨ અંતર્ગત સીનીયર સીટીજનોનું સ્વાસ્થય જળવાય રહે તે હેતુસર એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ક્રિકેટની સીનીયર સીટીજનની સ્પર્ધાઓનું આયોજન ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય ખાતે થનાર છે. જેથી ભાગ લેનાર તમામ સીનીયર સીટીજન ભાઈઓ-બહેનો સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જી-૨, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરની કચેરીએથી એન્ટ્રી ફોર્મ મેળવી બાહેંધરી પત્રક તથા રજીસ્ટર ડોક્ટરનું તાજેતરનું શારીરિક તબીબી યોગ્યતા ધરાવનું પ્રમાણપત્ર આધારકાર્ડ અથવા કોઈપણ ઉમરનો પુરાવો જોડી એન્ટ્રી ફોર્મ તા.૦૫/૦૯/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ કોઈ એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમ જિલ્લા રમત ગમત અધિકારી ભાવનગર શહેર/ગ્રામ્ય દ્વારા જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment