ભારતીય ફિલ્મ જગત-બોલિવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમનની મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડની યાત્રાનો આજે રાજપીપલા શહેરમાં પ્રવેશ સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત-આવકાર સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપન તરફ દોડની આગેકૂચ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ફીટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકાર મિલિંદ સોમને મુંબઇના શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનુ ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં આગમન થયા બાદ આજે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ નાંદોદ તાલુકાના તરોપા ગામેથી આ એકતા દોડ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપનની દિશામા તેની આગેકૂચ જારી રાખી હતી.


તદ્અનુસાર, મિલિંદ સોમનની આ રાષ્ટ્રીય એકતા દોડ આજે રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાથી પસાર થઇ ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન પરીવાર-ગ્રામજનો, રાજપીપલા નગર પાલીકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ અને અગ્રણી કમલેશભાઇ પટેલ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવિક સમાજ, જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપલા, રાજપીપલા વિવિધ વેપારી મંડળ, રાજપીપલા રોટરી ઇન્ટરનેશલ ક્લબ, અન્નપુર્ણા સેવા ફાઉન્ડેશન, રાજપીપલાની યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના મેનેજર રામકિશોર મીના, ગોપાલપુરા અને ફુલવાડી ગામના ગ્રામજનો અને અગ્રણી વિક્રમભાઇ તડવી વગેરે મિલિંદ સોમનના સ્વાગત ભવ્ય સ્વાગત સાથે આવકાર આપ્યો હતો કર્યું હતું. યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના મેનેજર રામકિશોર મીનાએ મિલિંદ સોમનને UPI ક્યુઆર સ્કેનર, હાઉસિંગ લોન વાળા મકાનના સ્ટ્રકચરની પ્રતિકૃતિનુ સ્મૃતચિન્હ અર્પણ કર્યું હતુ.

રાજપીપલા શહેરમાં આ એકતા દોડ યાત્રાનુ આગમન થતા રાજપીપલા વિજયચોક ખાતેથી CISF, SRPF અને વડોદરા જિલ્લાના મેરોથોન દોડના દોડવીરો, જિલ્લાના યુવાનો પણ મિલિંદ સોમનની સાથે રન ફોર યુનિટીની એકતા દોડમાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન SOUADATGA ના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ સતત સાથે રહ્યાં હતાં અને યાત્રા સંદર્ભની જરૂરી સંકલનની જવાબદારી નિભાવી હતી.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment