જસદણમાં ધ્વજવંદન અને દેશભક્તિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

                દેશના ૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે જસદણ મોડર્ન સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ કાર્યક્રમને અનુરૂપ જસદણ શહેર અને તાલુકા પોલિશ દ્વારા પરેડ યોજેલ તેમજ કોરોના કાળમાં કોરોના યોદ્ધા તરીકે સેવા આપનાર સેવાકીય સંસ્થા,ડોકટર્સ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતા સન્માન કરવામાં આવ્યું ત્યાર બાદ જસદણ ફોરેસ્ટ દ્વારા મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાન તરીકે જસદણ મામલતદાર, પી.આઈ. રાણા, ચીફ ઓફિસર, રાજકોટ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ હરેશભાઇ હેરભા, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, જિલ્લા યુવા મહામંત્રી મુકેશભાઈ મકવાણા, શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશભઈ દુધરેજીયા હાજર રહેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment