સુરત સ્મિમેર હોસ્પિટલ અને ડાયમંડ કંપનીઓ દ્વારા શહીદ દિવસ’ નિમિત્તે શહીદોને રક્તદાનરૂપી શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યુઝ, સુરત
             માં ભોમને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિએ આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૫૦ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત નિલ માધવ ઈમ્પેક્ષ ખાતે સવારથી જ રત્નલાકારોએ રકત આપવા માટે લાઇનો લગાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નિલમાધવ ઈમ્પેક્ષ સહિત ઓમકાર ઈમ્પેક્ષ, સહયોગ ડાયમંડ, ગોરસીયા બ્રધર્સ, એચ.એચ.ડી.જેમ્સ, એ.એસ. કુમાર જેમ્સ, ડી.પી.ઈન્સ્યોરન્સ, લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી દેશના વીરોને શ્રદ્ધાંજલિ આર્પણ કરવા માટેનો અનોખા કેમ્પનું આયોજન કરીને ક્રાંતિકારીઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નિલમાધવ ઈમ્પેક્ષના માલિક જગદિશભાઈ લુખીએ કહ્યું હતું કે, ૨૩ માર્ચ, ૧૯૩૧ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી.
દેશની આઝાદી માટે આવા અનેકવીરોએ પોતાના બલિદાનો આપ્યા છે. જે કયારેય ભુલી શકાય તેમ નથી. તેમને દેશપ્રેમ, ત્યાગ અને આદર્શો આપણે હંમેશા પ્રેરણા આપતા રહેશે. ત્યારે લોકોમાં રાષ્ટ્રભાવના હંમેશા પ્રજ્વલિત રહે અને રાષ્ટ્રના વિકાસ માટે સામાન્ય વ્યક્તિએ યથા યોગ્ય યોગદાન આપવું જોઈએ. દેશ ભક્તિના સંગીતમય માહોલ વચ્ચે જુદી જુદી ડાયમંડ કંપનીના રત્નકલાકારો સહિત સેવાકિય વ્યક્તિઓએ પણ ઉમળકાભેર રક્તદાન કરવા આવ્યા હતા. સાથે શહિદોની સાચી શ્રદ્ધાજંલિ પાઠવવા મોટી સંખ્યામાં રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. સ્મિમેર હોસ્પિટલના બ્લડ બેંકના હેડ શ્રીમતી અંકિતા શાહના માર્ગદર્શન હેઠળ નર્સિગ સ્ટાફગણે ૩૫૦ યુનિટ રક્ત એકત્ર કરીને સ્મિમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું.

Related posts

Leave a Comment