હિન્દ ન્યુઝ, ચોટીલા
ગુરુપૂર્ણિમા માં ના દિવસે અનેક જગ્યાએ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. જયારે ચોટીલા ના પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે સાદગી થી ઉજવણી કરાઈ.
જેમાં ગુરુ શ્રી રામચંદ્રદાસ મહારાજ ના દર્શને ભક્તો આવ્યા ગુરુપૂર્ણિમા નિમિતે ઝાલાવાડ ની વાત ના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા વિધિવત પૂજન વિધિ કરી ફુલાહાર ચડાવી ગુરુજીને નમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોરોના મહામારી ના લીધે માર્યાદિત મહેમાનો આવેલ જે કોરોના ગાઇડલાઇન મુજબ હાજરી આપી હતી. જયારે ચોટીલા પંચનાથ મહાદેવ આશ્રમ ખાતે ચોટીલા ના ગુરુભક્તો દ્વારા પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવી હતી સૌ ગુરુભક્તો પ્રસાદ લઈ ગુરુજી ના આશીર્વાદ લઈ છુટા પડયા.
રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા