નર્મદા જિલ્લા ક્ષય અધિકારી તરીકે બઢતી મેળવી બઢતીવાળી જગ્યાનો હવાલો સંભાળતા ડૉ.ઝંખનાબેન વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા               નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.ઝંખનાબેન એમ.વસાવાની નર્મદા જિલ્લાના ક્ષય અધિકારી(વર્ગ-૧) તરીકે બદલી સાથે બઢતીથી નિમણૂંક થતાં ડૉ.ઝંખનાબેન એમ.વસાવાએ તાજેતરમાં રાજપીપલા ખાતે તેમની બઢતીવાળી જગ્યાનો હવાલો સંભાળી લીધેલ છે.               નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામના વતની ડૉ.ઝંખનાબેન વસાવાએ એમ.બી.બી.એસ. ની પદવી મેળવ્યા બાદ સને-૨૦૦૫ માં તિલકવાડા તાલુકાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તરીકેની સેવાઓમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ડૉ.ઝંખનાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા…

Read More

સ્વ. ડો.ભરતભાઈ બારડનો પુષ્પાંજલિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, વેરાવળ                          ગુજરાત રાજય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડના નાના સુપત્ર તેમજ સુત્રાપાડા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીલીપસીહ બારડના અનુજ એવા સ્વ.ડો. ભરતભાઈ બારડ જેઓનુંગોવા દરીયામાં અકસ્માતે અવસાન થયેલ હતું. તેઓની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વ.ડો. ભરતભાઈની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજીક સેવાકીય કાર્યો કરેલ. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે બ્લડ ડોનેશન અને નેત્રયજ્ઞ કેમ્પ મેડીકલ કેમ્પ યોજવા શકય ન હોવાથી ફક્ત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ.…

Read More

વેરાવળ સોમનાથ હાઇવે રોડ પર હાજી પીર ની દરગાહ પાસે ટ્રાવેલ્સ અને રીક્ષા વચ્ચે અકસ્માત

હિન્દ ન્યુઝ, વેરાવળ અકસ્માત મા એક વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજયા. સાત લોકોને ગંભીર ઇજા થતા વેરાવળ અને પાટણ હોસ્પિટલ ખાતે ખસેડાયા અકસ્માત થયૂ હોવા ના કારણે ટ્રાફિક જામ પ્રભાસ પાટણ ના પી.આઈ. આહીર તથા તેમનો સ્ટાફ તાત્કાલિક ધટના સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરેલ અને આગળ તપાસ હાથ ધરાઈ રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Read More

અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને યુ-વીન કાર્ડ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, નડિયાદ      અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનનું રાજ્ય સરકાર દ્રારા ઇ-લોંન્ચીગ કરવામાં આવ્યું છે. જેથી અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ યુ-વીન કાર્ડ તથા બાંધકામ શ્રમયોગીઓ ઇ-નિર્માણ કાર્ડ મેળવી શકશે. જે માટે નજીકના સી.એસ.સી સેન્ટર પર જઇને શ્રમિકો તેઓની નોંધણી કરાવી શકશે. યુ-વીન કાર્ડ માટે અસંગઠિત ક્ષેત્રના એટલે કે, મનરેગા તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, આશાવર્કરો તથા આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ અને અન્ય સંલગ્ન શ્રમયોગીઓ, આંગણવાડી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, સહકારી મંડળી, APMC તથા દુધ મંડળીઓ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, મધ્યાહન ભોજન યોજના…

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે તા.ર૦મી જુલાઇએ ભાવનગરને એક જ દિવસમાં રૂ.૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપશે,નાયબ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર     મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.ર૦મી જુલાઇએ એક જ દિવસમાં ભાવનગર મહાનગરને શહેરી જનસુખાકારી અને આરોગ્ય સુવિધાના રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપશે. મુખ્યમંત્રીશ્રી ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવશે. કેન્સર જેવા જટિલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી આવી સારવાર માટે આવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી ભાવનગરમાં આ કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય…

Read More

સિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ભાવનગર    ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૪/૦૭/૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાના SOG, QRT શાખાના પોલીસ કર્મચારીઓનુ અર્ધ-વાર્ષિક ફાયરીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર શ્રી બિ.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર       આગામી જુલાઇ/૨૦૨૧ – ઓગષ્ટ/૨૦૨૧ના માસ દરમિયાન તા.૨૦/૦૭/૨૦૨૧ના રોજ ગૌરી વ્રત પ્રારંભ, તા.૨૧/૦૭/૨૦૨૧ના રોજ બકરી ઇદ, તા.૨૨/૦૭/૨૦૨૧ના રોજ જયા પાર્વતી વ્રત, તા.૨૪/૦૭/૨૦૨૧ના રોજ ગૂરૂ પુર્ણિમા, તા.૦૮/૦૮/૨૦૨૧ના રોજ દિવાસો, તા.૧૨/૦૮/૨૦૨૧ના રોજ ગણેશ ચોથ તથા તા.૧૫/૦૮/૨૦૨૧ના રોજ આઝાદ દિન વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે…

Read More

Jee (Main)-2021 ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ 

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલામાં આગામી તા.૨૦-૭-૨૦૨૧ થી તા.૨૫-૭-૨૦૨૧ દરમ્યાન સેશન-૩ની તથા તા.૨૭-૭-૨૦૨૧ થી તા.૨-૮-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન સેશન-૪ ની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા Jee (Main)-2021 ની લેખીત પરીક્ષા લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શ્રી બિ.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ…

Read More

આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરની એક દિવસની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભાવનગર      મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા. ૨૦ જુલાઇ, મંગળવારના રોજ ભાવનગરની એક દિવસની મુલાકાતે કરશે. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભાવનગર ખાતે નિર્મિત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સવારે ૧૦.૩૦ કલાકે લોકાર્પણ કરાશે. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા નવા આવાસો પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા લાભાર્થીઓને અર્પણ કરાશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કેન્સર હોસ્પિટલ, સર તખ્તસિંહજી હોસ્પિટલ કમ્પાઉન્ડ, ભાવનગર ખાતે યોજાનાર આ વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે…

Read More