પીપલોદ નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજે નવા વર્ષના ઉપદેશમાં પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું કે ‘ દાતાર કૃપા કરે કે વર્ષ 2020 માં આપણને પોતાનું સર્વશ્રેષ્ઠ રૂપ પ્રદાન કરે. આપણે ગયા વર્ષની આપણી ભૂલોનું પુનરાવર્તન ન કરીએ. હંમેશા બીજાને ખુશી આપતા રહીએ અને સ્મિત વેહચતાં રહીએ. આપણું ધ્યાન માત્ર સેવા, સત્સંગ અને સુમિરણ પર કેન્દ્રિત રહે અને જેમ બ્રહ્મજ્ઞાન ની રોશનીથી આપણું જીવન બદલાયું છે, આપણે એ જ બદલાવ આપણા સંપર્કમાં આવનારમાં પણ લાવી શકીએ.
તેમણે કહ્યું કે આપણને જે શિક્ષા સત્સંગમાં મળે છે તેને આપણે કાયમ યાદ રાખીએ. આપણું દરેક કર્મ આપણને સાચા અર્થમાં માનવ બનાવે. આપણે વિશ્વના નાગરિક બનીએ અને માનવતાને વધુ મજબૂત બનાવીએ. સંસાર સાચા અર્થમાં ‘ દીવાલ રહિત સંસાર ‘ બને. બાળકો, નવયુવાન, બુઝુર્ગ દરેક સત્ય માર્ગ પર ચાલતા રહે. નિરંકારને પ્રાર્થના છે કે આપણને બધાને સકારાત્મકતા પ્રદાન કરે અને આપણે હંમેશા તે જ કરીએ જે સાચું છે.
*આપણે નિરંકાર ના અનુભવમાં કાયમ રહે – સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું નવા વર્ષ 2020 ના આ પ્રસંગે સંકલ્પ કરીએ કે વર્ષનો પ્રારંભ ભક્તિભાવથી થાય અને નિરંકારનો અનુભવ આખું વર્ષ કાયમ રહે. આપણે સેવા, સત્સંગ અને સુમિરણ સાથે કાયમ જોડાયેલા રહીએ જેથી આપણા ભાવ સકારાત્મક બની રહે અને નકારાત્મકતા માટે ભલે કેટલા પણ કારણ હોય આપણે તેને દૂર રાખીએ અને નિરંતર પ્રસન્ન રહીએ અને અન્યને પણ પ્રસન્નતા પ્રદાન કરીએ.
સદ્દગુરુ માતાજીએ કહ્યું કે લોકો તો નવા વર્ષમાં લીધેલા પોતાના સંકલ્પને ભૂલી જાય છે, પરંતુ આપણે સેવા, સત્સંગ અને સુમિરણ સાથે કાયમ જોડાયેલા રહેવાનું છે. તેમણે માછલીનું ઉદાહરણ આપતા કહ્યું કે માછલી કેટલી પણ આઝાદ હોય છતાં તે પાણીની કેદમાં છે. એવી જ રીતે આપણને પણ જ્યાં નિરંકાર માં દરેક પ્રકારની આઝાદી છે ત્યાં આની કેદમાં જ આપણે આભાર ભાવ સાથે રહેવાનું છે.
સદગુરૂ માતાજી એ એમ પણ કહ્યું કે આપણે ઘર પરિવાર માટે સમાજ તથા માનવતા માટે વરદાન બનવાનું છે અને પોતાનું સૌથી શ્રેષ્ઠ કિરદાર નિભાવવાનું છે.
નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે નવવર્ષ 2020 ના આગમન પર દિલ્હીમાં આયોજિત એક વિશાળ જનસમૂહ ને સંબોધિત કર્યું હતું.