રાધનપુર,
કમ્પાઉન્ડર માં પણ ના રાખે તેવા ડૉકટરો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના દવાખાના બનાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા અટકાવાય તેવી લોક માંગ
રાધનપુર,સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આ તાલુકા ની ભોળી અભણ પ્રજા હોઈ તેનો ફાયદો ઉઠાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ડિગ્રી વગર ના બોગસ ડૉકટરો ગામડે ગામડે એલોપેથીક ની દવા કરી લોકો ને લુંટી રહ્યા છે.
ઘણા સમય થી રાધનપુર, સાંતલપુર ના ગામો માં સ્થળ તપાસ કરી લોકો ને પુછતાં બોરૂડા માં પ્રભાત ભાઈ રાવળ ,ભીલોટ માં નિલેશભાઈ ,પાટણકા માં અજિતભાઈ ,અબીયાણા માં બાબુભાઇ તેમજ દરજી ,ઝઝામ માં પણ તો જાવત્રી માં અમરતભાઈ ચૌધરી આ ગામડા ઓ માં ઉંટ વૈદ્ય ડૉકટરો જાણે આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ નો ડર રાખ્યા વગર જાણે બી.એચ.એમ.એસ. ની ડિગ્રી ઓ ધારણ કરી ગરીબ દર્દીઓને જાણે દવા કરતા હોય તેમ પોતાની હોસ્પિટલો ખોલી દવા કરતા જોવા મળી રહ્યા છે. આવા બોગસ તબીબો ના લીધે ક્યારેક ગરીબ દર્દીઓ જીવ પણ ગુમાવી બેસે છે જેવા અનેક દાખલા ઓ પણ જોવા મળી રહ્યા છેતો અન્ય વિસ્તારોમાં પણ ગામડે ગામડે બોગસ વગર ડિગ્રી એ લોકો ના સ્વાવથ્ય સાથે ચેડાં કરતા ડૉકટરો પોતાની હાટડી ઓ ખોલી બેઠા છે ત્યારે આરોગ્ય વિભાગ ને આ બોગસ ડૉકટરો ની જાણ હોવા છતાં જાણે આ બાબતે કોઈ ખ્યાલ જ ના હોય તેવા ઢોંગ કરી આ બોગસ ડૉકટરો ને બચાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા જોવા મળી રહ્યું છે જેથી લોકહિત ને ધ્યાને લઇ આવા બોગસ તબીબો વિરોધ પોલીસ તાત્કાલિક પગલા લેય એવી લોક માંગ છે
રિપોર્ટર : ભગીરથસિંહ જાડેજા સાંતલપુર