પાવી નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવરને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ જે અન્વયે ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે પાવી ગામે ગરનાળા પાસેથી “ટ્રક નંબર-GJ-04-V-6942” ની અંદર ભરી લઇ જવાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલની વિગતો જોતા, (૧) લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર કુલ બોટલ નંગ-૨૪૦ કિં.રૂ.૧,૫૦,૦૦૦/- (૨) લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હિસ્કી કુલ બોટલ નંગ- ૪૮૦ કિં.રૂ.૨,૬૧,૬૦૦/- (૩) માઉન્ટસ ૬૦૦૦-સુપર સ્ટ્રોંગ બીયર કુલ બોટલ નંગ- ૨૧૬૦ કિં.રૂ.૨,૪૮,૪૦૦/- (૪) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ- ૦૧ કિં.રૂ.૫૦૦/- (૫) રોકડ રકમ કિં.રૂ.૧૧૦૦/- (૬) દારૂની હેરા-ફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રકની કિં.રૂ.-૧૦,૦૦,૦૦૦/- થાય છે.
ટ્રકના ડ્રાઇવર વિનુભાઇ રામુભાઇ જાતે.માથાસુરીયા (દેવીપુંજક) રહે.કોળીયા વાઘરીવાસ તા.સાયલા જી.સુરેન્દ્રનગર નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે (૧) સવજીભાઇ માનસીંગભાઇ માથાસુરીયા રહે.ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર (૨) સુનિલભાઇ મહેતાભાઇ વાસ્કલે રહે-ઝીંઝણા (એમ.પી.) (૩) મિશ્રા જેના પુરા નામની ખબર નથી તે રહે.ચાંદપુર (વિદેશી દારૂના ઠેકાનો માલીક) (૪) હરેશભાઇ જેના પુરા નામની ખબર નથી જેને પકડવાના બાકી છે. આમ એક ટ્રક નંબર-GJ-04-V-6942 માં ભરી લઇ જવાતા વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૮૮૦/- કિંમત રૂ. ૬,૬૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિં.રૂ.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૧૧૦૦/- તથા ટ્રકની કિંમત.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૬,૬૧,૬૦૦/- નો મુદૃામાલ કબ્જે કરી જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment