છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા કોવિડ-૧૯ને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડયું

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર

                                    હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID -19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ- (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં.ર) ની કલમ-૧૪૪ અને ગુજરાત એપેડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૩ અને ૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૧૬/૧૦/૨૦૨૦ થી અમલમાં આવે તે રીતે નીચે મુજબની કાર્યપધ્ધતિ અપનાવવામાં માટે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક પ્રવૃતિઓ, રાજકીય સમારોહ તથા અધર કોન્ગ્રેગેશન/લાર્જ ગેધરિંગનું નીચેની શરતોને આધિન આયોજન કરી શકાશે. ૬ ફુટની દુરી સાથે ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને તના માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્ક્રિનિંગ , ઓકસિમીટર (સેનેટાઇઝર સાથે) ની સગવડતા પુરી પાડવાની રહેશે. સ્ટેજ, માઇક સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે. હેન્ડ વોશ/સેનેટાઇઝની સુવિધાનો તમામે ફરજીયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થુંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પીડીત વ્યકતિઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે. બેઠક વ્યવસ્થા ગોઠવતા સમયે ખુરશીઓ ચારેય બાજુ ૬ ફુટની દુરી જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે. આ પ્રકારના પ્રસંગમાં જો ચા-નાસ્તો, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તે સમારંભ સ્થળે નહિ, પરંતુ અલાયદા હોલ/સ્થળે રાખવાનું રહેશે. જયાં એક જ સમયે ૫૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તથા બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર જળવાય તેની કાળજી રાખવાની રહેશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ તુર્ત જ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.
બંધ સ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરિયમ, કોા્યુનિટી હોલ, ટાઉન હોલ, જ્ઞાતિની વાડી વિગરે સ્થળે સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અધર કોન્ગ્રેગેશન/લાર્જ ગેધરિંગનું
આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું પલન કરવાનું રહેશે. સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહિં, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય તેટલી સંખ્યાની મર્યાદામાં આયોજન કરી શકાશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હુકમ ક્રમાંક: તા. ૦૪/૦૬/૨૦૨૦ના z28015/19/2020-emrથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસઓપીનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એરકન્ડીશનીંગ/વેન્ટીલેશન માટે સી.પી.ડબ્લ્યુ. ડીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જયારે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો, સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજીક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક તથા અધર કોન્ગ્રેગેશનનું આયોજન કરવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું પાલન કરવાનં રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય તેટલી સંખ્યામાં. મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજયમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજુરી મેળવીને જાહેરમાં ગરબી/મુર્તિની સ્થાપના પુજા અને આરતી કરી શકાશે. કાર્યક્રમના ફોટા અથવા મુર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં. તેમજ પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. પુજા અને આરતીના કાર્યક્રમોમાં ઉપરોકત ૧માં દર્શાવેલ તમામ શરતોના પાલન સાથે મહત્તમ ૨૦૦થી વધુ વ્યક્તિઓ થઇ શકશે નહીં. આ કાર્યકર્મની અવધિ એક કલાકની રહેશે.
ગરબા, દુર્ગા પુજા, દશેરા, ઇદ-એ-મિલાદ ઉન્નબી, શરદ પૂર્ણિમા, દિવાળી, બેસતું વર્ષ, ભાઇ બીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પુજા ઘરમાં રહેને પરિવારના સભ્યો સાથે રહીને કરવી સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજુરી આવશ્યક રહેશે. ખુલ્લી જગ્યાઓએ પુજા અને આરતી કરી શકાશે. પરંતુ ફોટા અથવા મુર્તિને ચરપ્સ્પર્શ કરી શકાશે નહીં. આવા કિસ્સામાં જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધ રહેશે. પરંતુ મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્રમો જયાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે. ઉપરોકત કાર્યક્રમો દરમિયાન પર્સાદ વિતરણ કરી શકાશે નહીં.
ઉપરોકત તમામ કાર્યક્રમો/ઉજવણી દરમિયાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હુકમ ક્રમાંક: તા. ૦૪/૦૬/૨૦૨૦ના (PT) તેના અનુસંધાને ગૃહ વિભાગના તા. ૦૭/૦૬/૨૦૨૦ના હુકમ ક્રમાંક:-વિ-૧/કવઅ/૧૦૨૦૨૦/૪૮૨થી ધાર્મિક સ્થળો/ઉપાસના સ્થળો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીનો તેમજ તહેવારોની ઉજવણી સંબંધમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૦૬/૧૦/૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીનો ચુસ્તપણે અમલ કરવાની તમામ જવાબદારી સંબંધિત આયોજક/સ્થળ સંચાલકની રહેશે. આયોજક સ્થળની સમાવેશ ક્ષમતા અંગે સ્થાનિક વહીવટીતંત્રને one time intimation આપવાનું રહેશે. આ સ્થળે વ્યકતિ-વ્યક્તિ વચ્ચે ૬ ફુટની દુરી જળવાઇ રહે તે રીતે કેટલા વ્યક્તિઓનો સમાવેશ થઇ શકશે તેની વિગતો ની સ્થાિનિક વહીવટીતંત્રને જાણ કરવાની રહેશે. ઉકત સુચનાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે સંચાલક/આયોજકે ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે. કોઇ પણ શરતોનો ભંગ થયેથી સંબંધિત સ્થળના સંચાલક, સોસાયટીના પ્રમુખ/હોદ્દેદારો તથા આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સહિતા- ૧૮૬૦ની જોગવાઇ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment