હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના વડાથમક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સવાસદનના પટાંગણમાં જિલલા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ મહામારીના સંક્રમણને અટકાવવા તથા લોકોમાં જાગૃતિ આવે એ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ અંગે જાગૃતિ આવે એ માટે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન અંતર્ગત કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધુએ, સેનીટાઇઝરનો ઉપયોગ અને ૬ ફુટનું અંતર રાખે તે બહુ જરૂરી છે. દેશમાં શરૂ કરવામાં આવેલા જનઆંદોલનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા સેવાસદનમાં કામ કરતા અધિકાર/કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી શપથનું વાંચન કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું.
શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવા, નાયબ જિલ્લા ચૂંટણી જાડેજા, પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, ડૉ. એમ.આર. ચૌધરી અન્ય અધિકારી, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર