સ્વ. ડો.ભરતભાઈ બારડનો પુષ્પાંજલિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, વેરાવળ

                         ગુજરાત રાજય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડના નાના સુપત્ર તેમજ સુત્રાપાડા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીલીપસીહ બારડના અનુજ એવા સ્વ.ડો. ભરતભાઈ બારડ જેઓનુંગોવા દરીયામાં અકસ્માતે અવસાન થયેલ હતું. તેઓની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વ.ડો. ભરતભાઈની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજીક સેવાકીય કાર્યો કરેલ. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે બ્લડ ડોનેશન અને નેત્રયજ્ઞ કેમ્પ મેડીકલ કેમ્પ યોજવા શકય ન હોવાથી ફક્ત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ. ડો ભરત બારડ શૈક્ષણીક સંકુલ સુત્રાપાડા માં યોજવામાં આવેલ. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોરોના મહામારીને કારણે સરકારના તમામ નિયમોન અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવેલ. જેમાં સામેલ તમામને માસ્ક પહેરવું ફરજીયાત હતું. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં યોજવામાં આવેલ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, સત્રાપાડા માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન દીલીપભાઈ બારડ ઉપરાંત માનસીગભાઈ ડોડીયા અનીડા, કાળાભાઈ ઝાલા, શ્રમણભાઈ પરમાર, નાથાભાઈ ડોડીયા, અસ્વીનભાઈ બારડ, જેસીગભાઈ બારડ, રામભાઈ કરમટા, દાનાભાઈ પટેલ, ખીમજીભાઈ પટેલ, કાનાભાઈ વસ્તાભાઈ બારડ, પ્રફુલભાઈ ડોડીયા, જેસીંગભાઈ મોરી, અજયભાઈ બારડ, ભુપતભાઈ ઝાલા ઘુનુસભાઈ મલેક બહાદુરભાઈ રામસીગભાઈ મોરી જેર્સીગભાઈ નાથાભાઈ રામભાઈ કચરાભાઈ બારડ, રામાભાઈ મેરગભાઈ, ભરતભાઈ ઝાલા, રાજુભાઈ ગઢીયા, કાળાભાઈ કરશનભાઈ બારડ, મસરીભાઈ પટેલ, રશીદભાઈ મલેક, અલારખા શેખ, અફઝલભાઈ, આગેવાનો સહિત સત્રાપાડા ડીસ્ટ્રીકટ બેંક મેનેજર ભગતભાઈ સુત્રાપાડા નગરપાલિકાના સભ્યો તેમજ માધ્યમિક શાળાના આચાર્ય જોષી તેમજ કોલેજના પ્રિન્સીપાલ પાઠક તેમજ ડો. ભરત બારડ શૈક્ષણીક સંકલનો પ્રાથમીક, માધ્યમિક તેમજ કોલેજ સ્ટાફ જોડાયા.

જેમાં સર્વે એ પ્રાર્થના તેમજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ અને સ્વ. ડો. ભરતભાઈ બારડના જીવનકાળ તેમજ તેઓની લોકસેવાના સ્વપ્નો સ્મરણ કરાયેલ હતા. જેને જીવંત રાખવા સમગ્ર પરિવાર દ્વારા ડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ નામાકરણ કરવામાં આવેલ. હાલ આ શૈક્ષણિક સંકુલ માં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે. જેમાં પ્રાથમિક વિભાગમાં અંકુર પ્રાથમીક શાળા (ધો.૧ થી ૮), ડો. ભરત બારડ પ્રાયમરી ઈંગ્લીશ મીડી. સ્કુલ, (૧ચી૮) માધ્યમિક વિભાગ માં શ્રી.વી.વી.મંદિર કુમાર શાળા, કન્યા શાળા (માધ્ય. અને ઉ. માધ્ય. અને વિજ્ઞાન પ્રવાહ), યુ, જે. બારડ માધ્ય. શાળા, અમરાપુર, ડો ભરત બારડ માધ્ય. અને ઉ. માધ્ય. શાળા, જૂનાગઢ તેમજ કોલેજ વિભાગમાં MSC, MED, MA, MCOM, BSC, BCA, BA, BCOM, BSW, PGDCA, PTC જેવા અભ્યાસક્રમો કાર્યરત છે. ઉપરાંત તમામ શૈક્ષણીક વિદ્યાશાખાઓને ડો. ભરત બારડ શૈક્ષણીક સંકુલ નામાકરણ કરી તેઓને ખરા અર્થમાં પુષ્પાંજલિ આપી છે.

ડો. ભરતભાઈ બારડની ૧૩મી પુણ્ય તિથિ નિમિત્તે વેરાવળ ટોલનાકા પાસે આવેલ સંસ્થા નીરાધારનો આધાર માનવસેવા ટ્રસ્ટના દિવ્યાંગોને મીઠાઈ તથા ભોજન કરાવવામાં આવેલ તેમજ તેઓના ઘરે ગાયત્રીયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment