ઉના મામલતદાર ઓફીસની બહાર જાતિ દાખલા અને રેશનકાર્ડ માટે મહિલાઓને લાંબી કતાર

હિન્દ ન્યુઝ, ઉના      ઉના મામલતદાર કચેરી એટિવિટી ૧ નંબરમાં એકસાથે રેશનકાર્ડ આવક જાતિના દાખલા માટે મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી હાલ શાળાખુલવા ને કારણે એડમિશન માં જાતિ અને આવકના દાખલાની જરૂર પડતી હોવાને કારણે આ લાંબી કતાર જોવા મળે છે, પરંતુ મામલતદાર ઓફિસ ના સ્ટાફ ની અન ઘડત નીતિને કારણે લોકો ભૂખ્યાને તરસ્યા પરેશાન થાય છે તો આ બાબતનું મામલતદાર ઓફિસ દ્વારા ધ્યાને લઇ લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરે તેઓ લોકોમાં વિરોધનો સૂર ઉભો થયો છે. રિપોર્ટર : હર્ષદ વાઢેર,  ઉના 

Read More

નડિયાદના પી.પી.પી મોડલ એસ.ટી સ્ટેન્ડની કામગીરી ટુંક સમયમાં શરૂ થશે

હિન્દ ન્યુઝ, નડિયાદ     નડિયાદ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, નડિયાદ ખાતે પી.પી.પી મોડલથી નવા એસ.ટી.સ્ટેન્ડ બનાવવાનુ હતું. જેનું ખાર્તમુહુર્ત અંદાજે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું બસ સ્ટેન્ડ રેલ્વે ટ્રેકની બાજુમાં જ બનવાનું હોય રેલ્વેની જમીન હદ બાબતના પ્રશ્નને કારણે આ કામગીરી બંધ રહેલ હતી. તાજેતરમાં વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની…

Read More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા દ્વારા ટાણા ગામના મણીનગર વિસ્તારને વાહક જન્ય રોગોથી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચાની સૂચનાથી જિલ્લાભરમાં ઘનિષ્ઠ પોરાનાશક કામગીરી તેમજ મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે લોકોમાં જનજાગૃતિ કરી રહ્યા છે. જે અન્વયે સિહોર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત ના માર્ગદર્શન હેઠળ માઈકિંગ, આરોગ્ય શિક્ષણ, ટીમ વર્ક પોરાનાશક કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના મેડિકલ ઓફિસર દિગ્વિજયસિંહ ગોહિલ, સુપરવાઇઝર રાહુલભાઇ રમણા દ્વારા ટાણા ગામના મણિનગર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ટાયરોનો જથ્થો જોયો અને લોકજાગૃતિની ઝુંબેશ ઉપાડી અને સરપંચ નિશાબેન તથા લોક આગેવાન…

Read More

સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર માટે આર.સીસી. ગર્ડર બનાવવાની કામગીરી નિહાળતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે આ સ્થળની મુલાકાત લઈ ગર્ડર બનાવવાની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર અન્ય એક સ્થળે આર.સી.સી. ગર્ડર બનાવવામાં આવી રહયા છે. જેમાં ૯૮ ગર્ડર તૈયાર થઇ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકના આ…

Read More

તા.૨૪મી ને શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ગુરુપુજન કાર્યક્રમો યોજાશે

હિન્દ ન્યુઝ, સૌરાષ્ટ્ર         વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આખા સૌરાષ્ટ્ર માં આગામી ૨૪ જુલાઈ ને શનિવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિવસ નિમિત્તે “ગુરુ પૂર્ણિમા” એ સનાતન વૈદિક સંસ્કૃતિનો પવિત્ર પાવન અવસર છે તથા હિન્દુ સંસ્કૃતિ માં ગુરુ નું ખુબ જ મહત્વ છે. “गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥” ભગવાન શ્રી રામ અને કૃષ્ણ એ પણ ગુરુ ના આર્શિવચન મેળવીને ધર્મ નો પાયો નાખ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના બધાજ આયામો ના હોદેદારો, કાર્યકરો સૌરાષ્ટ્ર પ્રાંત માં સમાવિષ્ટ બધાજ…

Read More