નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અને તા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, નર્મદા      જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી મિશન ઇન્દ્રધનુષ અને IDCF ની બેઠકમાં જિલ્લામાં રસીકરણથી બાકી રહી ગયેલ માતાઓ અને ૦ થી ૫ વર્ષની વયના બાળકોને સ્પેશીયલ ડ્રાઇવ દ્વારા સંપુર્ણ રસીકરણ થાય અને કોઇપણ માતા અથવા બાળક રસીકરણથી વંચીત ન રહે તે રીતનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે સુચના સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.     જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લા ટી.બી ઓફિસર, આઇ.સી.ડી.…

Read More

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૧૭ કેસો પૈકી ૧૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

હિન્દ ન્યુઝ, ભાવનગર      જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ,જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૧૭ કેસ પૈકી હાલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ…

Read More

ભાવનગર ખાતે યોજાયેલ લોક અદાલતમાં એક જ દિવસમાં ૧૦,૭૭૧ કેસોનો નિકાલ

હિન્દ ન્યુઝ, ભાવનગર       લોક અદાલત કેસના નિકાલ માટે બંન્ને પક્ષકારો માટે વીન-વીન સીચ્યુએશનનું લક્ષણ ધરાવતું સબળ માધ્યમ છે – ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જી.ઉરૈઝી  ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જી.ઉરૈઝીની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં એક જ દિવસમાં ૧૦,૭૭૧ કેસોનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂા. ૭.૫૦ કરોડના દાવાઓ દાવાઓ એવોર્ડ કરાયાં હતાં. ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતના કાર્યક્રમમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એ.જી. ઉરૈઝી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા તથા તાલુકા સ્તરની કોર્ટોમાં એક સાથે યોજાયેલા આ…

Read More

સમાજના છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમના વિસ્તારમાં જ સરળતાથી મળી રહે તેવી સરકારની નેમ રહેલી છે -સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ

હિન્દ ન્યુઝ, રાજપીપલા          ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગઇકાલે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત મંત્રીના ખાતાના વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જે તે વિભાગ દ્વારા અમલી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને હજી પણ સઘન અમલીકરણ થકી આ કામગીરી વધુ ઝડપી અને લોકોભિમુખ બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.        નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ…

Read More

વેરાવળ શહેરમાં વિરોધ પ્રદર્શન યોજાયેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ         વર્તમાન સમય મા દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મોંઘવારી એ ખૂબ ઊંચા પ્રમાણમાં વ્યાપક છે અને કૂદકે ને ભૂસ્કે મોંઘવારી વધી રહી છે. ખાદ્ય ખોરાકી ના ભાવ ખૂબ ઊંચું છે જેથી મધ્યમ વર્ગીય લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. લોકો ખોરાક, દવા, શિક્ષણ ની ફી મા માટે ખૂબ પરેશાન છે.લોકડાઉન હોવા છતાં સ્કુલ ,કોલેજ ની ફી મા સરકાર કોઈપણ પ્રકારની રાહત આપી રહી નથી જ્યારે પેટ્રોલ-ડીઝલ ના ભાવ 100 ને પર થવાના છે અને લોકો આ મોંઘવારી થી ખૂબ પરેશાન છે તો આ…

Read More

ભારતીય જનતા પાર્ટી ભાભર તાલુકા દ્રારા ઊડાઇ ગામે કારોબારીની મીટીંગનું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ       કારોબારી મિટીંગમાં જીલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ, જીલ્લાના મંત્રી શાંન્તિભાઈ ઠાકોર, ભાભર તાલુકાના પ્રભારી રસીકભાઈ ઠાકોર, વિરચનભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ અમથુજી ઠાકોર, બાર એસોસિયેશનના પ્રમુખ દશરથભાઈ વ્યાસ, મહામંત્રી  વાઘજીભાઈ દેસાઈ, માનજીભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ લેરાજી ઠાકોર, જીલ્લા બક્ષી અને કિસાન મોરચાના મહામંત્રી જીવણગીરી ગૌસ્વામી અને પીરાજી ઠાકોર વાવ પ્રભારી રાજુભાઈ રાવલ તેમજ પાર્ટીના તમામ હોદેદારો કાર્યકર્તાઓએ ઉપસ્થિત માં રહી માર્ગદર્શન આપ્યું. રિપોર્ટર : વિક્રમભાઈ પ્રજાપતિ, થરાદ 

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાના વાવ મથકે એ.પી.એમ.સી. ખાતે નવિન કારોબારી સમિતિની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, વાવ સરહદી તાલુકાના વાવ મથકે વાવ માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની નવિન કારોબારીની પ્રથમ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. વાવ એ.પી.એમ.સી. માં ઉપસ્થિત કનુભાઈ વ્યાસ ના કારોબારી યોજવામાં આવી. જેમાં વાવ પ્રભારી રાજુભાઈ રાવળ તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ પટેલ, તાલુકા પંચાયત ના પ્રમુખ વિહાજી રાજપૂતvઅનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ અરૂણ ભાઈ આચાર્ય, વાવ તાલુકા ભાજપ મહામંત્રી રામસિંગ ભાઈ રાજપૂત અને ભુરાભાઈ જોષી અને વડીલો તથા બી.જે.પી.ના કાર્યકરોએ હાજરી આપી હતી. અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Read More

જામનગરમાં દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શન નો લાભ લેવા ભાવુકો નો અનોખો ઉમંગ

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર કિશાંચોક માં આવેલ દ્વારકાધીશ મંદિરે રથયાત્રા દર્શન નો લાભ લેવા ભાવુકો નો અનોખો ઉમંગ છે. આ રથયાત્રા દર્શન રવિવારે બપોરે 12.30 થી 1.15 સુધી અને સાંજે 6.10 થી 7.15 સુધી રથયાત્રા ના દર્શન થશે. આ રથયાત્રાનો અનોખો મહિમા હોય છે, જે પુષ્પ નક્ષત્ર, ચાર ખેલ, ચાર યુથ ના ભાવથી પ્રભુ રથ પર બિરાજી વ્રજભક્તો ના મનોરથ સિદ્ધ કરે છે. જે રથ ને ઘોડા જોડવામાં આવતા નથી તેનો બાલભાવ છે. આ રથ ને સખાઓ ખેંચે છે. આ રથ ની આગળ સખાઓ ધ્વજા, પતાકા, છત્ર, ચંવર લઈ…

Read More

મોડાસા નગરપાલિકાનાં વિસ્તારમાં માલપુર રોડ પર બ્લોક નાખવા બાબતે રજૂઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, ડાસા નગરપાલિકા ના વિસ્તારમાં માલપુર રોડ પર આવેલી ઇદગાહ ની બહાર ગંદકી થતી હોવાના કારણે નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ બાંધકામ સમિતિ ના ચેરમેન સમક્ષ તારીખ 16-3-2021 ના રોજ બ્લોક નાખવા માટે રજુઆત કરવામાં આવી હતી. તારીખ 09-4-2021 ના રોજ ફરીથી આ બાબતે રજૂઆત કરતા જિલ્લા આયોજન ની ગ્રાન્ટમાં થી પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, મુખ્યઅધિકારી તેમજ શાખા અધિકારી એ સકારાત્મક અભિગમ અપનાવી બ્લોક નાખવા માટેનો નિર્ણય લીધો. આથી લોકોમાં હર્ષ ની લાગણી ઉભી થઇ છે. રિપોર્ટર : મોહસીન ચૌહાણ,

Read More

પ્રભારી સચિવશ્રી સ્વરૂપ પી. ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

    હિન્દ ન્યુઝ, ભાવનગર કોવિડના થર્ડ વેવની તૈયારી, ચોમાસા પૂર્વેની તૈયારી, મહેસૂલી કામગીરી સહિતની કામગીરીની સમીક્ષા કરતાં પ્રભારી સચિવ ભાવનગર જિલ્લાના પ્રભારી સચિવ સ્વરૂપ પી. અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવએ ભાવનગર જિલ્લામાં કોવિડના થર્ડ વેવની તૈયારી, ચોમાસા પૂર્વેની તૈયારી, મહેસૂલી કામગીરી સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી સચિવએ જણાવ્યું કે, કોરોનાના બે તબક્કામાં આપણે સારી કામગીરી કરી છે. કોરોનાનો ત્રીજો વેવ આવવાની તજજ્ઞો ચેતવણી આપી રહ્યાં છીએ ત્યારે આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે…

Read More