હિન્દ ન્યુઝ, નડિયાદ
નડિયાદ સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, નડિયાદ ખાતે પી.પી.પી મોડલથી નવા એસ.ટી.સ્ટેન્ડ બનાવવાનુ હતું. જેનું ખાર્તમુહુર્ત અંદાજે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવું બસ સ્ટેન્ડ રેલ્વે ટ્રેકની બાજુમાં જ બનવાનું હોય રેલ્વેની જમીન હદ બાબતના પ્રશ્નને કારણે આ કામગીરી બંધ રહેલ હતી. તાજેતરમાં વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત લઇ નડીયાદના એસ.ટી સ્ટેન્ડના પ્રશ્નની રૂબરૂમાં રજુઆત કરેલ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પદાધિકારીઓની રજુઆત ત્વરીત હકારાત્મક ઉકેલ લાવવા રેલ્વે અધિકારીઓ સાથે ચર્ચા કરી ૨૪ કલાકમાં જ ઉકેલ લાવી દીધો હતો. આમ, ખુબ જ ઝડપથી ત્રણ વર્ષ જુના પ્રશ્નનો હલ સ્થળ પર જ લાવવા બદલ સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એસ.ટી. વિભાગ તથા રેલ્વે વિભાગ સાથે નડિયાદના બસ સ્ટેશન અંગે વારંવાર બેઠકો યોજી હતી જેનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે હકારાત્મક ઉકેલ લાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આનંદ લાગણી વ્યકત કરી હતી.
આજે નડિયાદ સર્કીટ હાઉસ ખાતે આ બાબતે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇએ જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓ, ડી.આર.એમ અમિતભાઇ અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી નડિયાદ એસ.ટી.સ્ટેન્ડની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે તેઓએ રેલ્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનો નડિયાદના નગરજનો તરફથી ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ