હિન્દ ન્યુઝ, સૌરાષ્ટ્ર
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આખા સૌરાષ્ટ્ર માં આગામી ૨૪ જુલાઈ ને શનિવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિવસ નિમિત્તે “ગુરુ પૂર્ણિમા” એ સનાતન વૈદિક સંસ્કૃતિનો પવિત્ર પાવન અવસર છે તથા હિન્દુ સંસ્કૃતિ માં ગુરુ નું ખુબ જ મહત્વ છે. “गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥” ભગવાન શ્રી રામ અને કૃષ્ણ એ પણ ગુરુ ના આર્શિવચન મેળવીને ધર્મ નો પાયો નાખ્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના બધાજ આયામો ના હોદેદારો, કાર્યકરો સૌરાષ્ટ્ર પ્રાંત માં સમાવિષ્ટ બધાજ જીલ્લાઓ, શહેરો, તાલુકા તથા ગ્રામ્ય સ્તર સુધી હિન્દુ સંસ્કૃતિ ને ટકાવી રાખવા જેઓનો સિંહ ફાળો રહેલ છે એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંતો, મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, પીઠાધીશ્વરો, શંકરાચાર્યજી ને રૂબરૂ જઈને પુજન કરીને હિન્દુ સંસ્કૃતિ તથા ધર્મ ને ટકાવી રાખવા માટે તથા “સર્વે ભવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામયા” ના આશિર્વાદ મેળવશે. આ કાર્યક્રમમાં સરકાર નિયમોનુસાર કોરોના નું પાલન કરવામાં આવશે. એમ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.