તા.૩૧ ઓગષ્ટ પહેલા આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માંગતા વિદ્યાર્થીઓ, એમ્પ્લોઇઝ અને એથ્લેટ-સ્પોર્ટ્સ પર્સને વેક્સિનનાં બીજો ડોઝ લેવા માટે સરદારનગર અર્બન હેલ્થ સોસાયટીનો સંપર્ક કરવો

હિન્દ ન્યૂઝ, ભાવનગર      સરકારની મળેલ સૂચના મુજબ જે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માંગતા હોય તથા તેવા લોકો કે જેઓ વિદેશમાં જોબ કરે છે તથા એથ્લેટ સ્પોર્ટ્સ પર્સન અને તેમની સાથેનો સ્ટાફ કે જેઓ આંતરરાષ્ટ્રીય યાત્રા તા.૩૧મી ઓગસ્ટ, ૨૦૨૧ પહેલા કરવાની થતી હોય તેમજ કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેઓને બીજો ડોઝ આપવા માટે (પ્રથમ ડોઝના ૨૮ દિવસ પછી) ભાવનગર શહેરી વિસ્તારમાં વસતા આવા લાભાર્થીઓએ આરોગ્ય વિભાગ હસ્તક અર્બન હેલ્થ સોસાયટી, સરદારનગર ખાતે મેડીકલ ઓફિસર ડો.રોનકભાઇ રાઠોડનો નિયત ડોક્યુમેન્ટ સાથે સંપર્ક સાધવાનો રહેશે.    આ ડોક્યુમેન્ટમાં…

Read More

ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર   ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવનાર છે. ફળ, શાકભાજી અને ફુલ પાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનુ વિતરણ કરવામા આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ મારફતે તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની નકલો તથા સબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયત નિયામક, બાગાયત કચેરી, દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા,…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ કેસ નોંધાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૩ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૪ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૪ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૦ સસ્પેક્ટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

દિયોદર તાલુકાના ખેડૂતોના માટે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

  હિન્દ ન્યૂઝ, દિયોદર    આમ આદમી પાર્ટીની દિલ્લી સરકારે ગરીબોના હિત નું કામ કરી રહી છે ત્યારે હવે ધીમે ધીમે ગુજરાત માં પણ દિલ્લી મોડલ ને લઈ 2022ની ચૂંટણીની ત્યારી શરૂ કરી છે ત્યારે ગુજરાત ના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની આગેવાનીમાં દીઓદરના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને આમઆદમી પાર્ટી માં જોડાવા આહવાન કર્યું છે ત્યારે તાલુકાના યુવાનો ગત દિવસોમાં સાનાદર ખાતે યોજાયેલી બેઠકમાં આમઆદમી પાર્ટી સાથે જોડાયા હતા અને દિયોદર તાલુકા આમઆદમી પાર્ટી પ્રમુખ પદે મિતેશભાઈ ચૌધરી વરણી થતા તાલુકાના ખેડૂત હિતનું કામ કરવા શુભ શરૂઆત કરતા આજે ખેડૂતોને આ વર્ષે ઘણી…

Read More

દિયોદર ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ પ્રેક્ટીશનરો વિરુધ કાર્યવાહી ના કરવા રજૂઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના કાળમાં મહામારી વખતે ડીગ્રી વગરના ગ્રામીણ ડૉક્ટરો એ સેવાઓ પુરી પાડી છે. એમની સાથે પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા ખોટા કેશ ના કરવા ને લઈ દિયોદર ધારાસભ્ય મેદાને ઉતર્યા છે. દિયોદર ધારા સભ્ય શિવાભાઈ એ સરકારને પત્ર દ્વારા રજુઆત કરી છે. ત્યારે દિયોદર ધારા સરકાર દ્વારા ડીગ્રી વગર ના ડૉકટર સામે હાલ કાર્યવાહી ના કરવા માંગ કરી છે. . હાલ ગુજરાત ના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતા ડીગ્રી વગરના ડૉક્ટરો સામે આરોગ્ય તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી યથાવત છે. ત્યારે…

Read More