ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર

  ભાવનગર જિલ્લાના લારીધારક ફેરિયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવનાર છે. ફળ, શાકભાજી અને ફુલ પાકોનું રોડ સાઇડ વેચાણ કરતા લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનુ વિતરણ કરવામા આવે છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ મારફતે તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની નકલો તથા સબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયત નિયામક, બાગાયત કચેરી, દિન-૭માં નાયબ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગરની યાદીમા જણાવવામાં આવ્યુ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment